SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ રાજકારણ જે પત્રકારત્વ જ નજીકના એમ્પાયર’ આવેલી છે, તેના ચોથા માળના ઝરૂખે બેસીને એક સન્નારી પોતાના ભૂતકાળની વાતો આ લખનાર સાથે વાગોળે છે. મૂળ માંડવીનાં વતની આ કર્મઠનારી તારામતીબહેને પોતાની દોઢ વર્ષની વયે જ પિતાની છત્રછાયા ગુમાવી. મા અને મામાએ ઉછેરીને મોટાં ક્ય. ૧૯ વર્ષની ઉંમરે પોતાનાથી ઉંમરમાં ૧૪ વર્ષ મોટા યુવાન સાથે તેમના ભુજમાં લગ્ન થયાં. આ યુવાન એટલે કચ્છના ફક્કડ જાંબાઝ પત્રકાર પ્રાણલાલ શાહ. લગ્ન પછી જ તારામતીબહેનની છ દાયકા લાંબી સંઘર્ષયાત્રાનો આરંભ થયો. તેમણે પરિશ્રમને જ પોતાનો પરમેશ્વર માન્યો છે. તેમણે આખી જિંદગી સખત મહેનત જ કરી છે. જાહેરજીવનના અગ્રણી અને પત્રકાર પ્રાણલાલ શાહને રાજદ્રોહના ગુનાસર સરકારે બે વર્ષ માટે જિલ્લા બહાર હદપાર ક્યું ત્યારે તારામતીબહેન જરાય ડગાયાં વગર પોતાના પતિને પગલે ચાલીને તેમના કાર્યને આગળ ધપાવે છે. તેમની ગેરહાજરીમાં તેમણે પ્રિન્ટિંગ પ્રેસમાં કંપોઝકામ કર્યું છે, ટ્રેડલ મશીન પર છાપકામ કર્યું, ભુજમાં ઘેરઘેર જઈ વહેલી સવારે પગે ચાલીને છાપાની ફેરી કરી પ્રાણલાલભાઈના અખબારોને ચાલુ રાખ્યાં. પ્રાણલાલભાઈ ભૂગર્ભમાંથી પોતાના લખેલા લેખ મોકલે અને તારામતીબહેન તેને છાપીને શહેરના ઘેરઘેર પહોંચતાં કરે. આ દરમ્યાન ઘરસંસાર અને જીવનનિર્વાહ ચલાવવો પણ જરૂરી હતો તેથી જીવન વીમા નિગમના એજન્ટ તરીકે પણ કામ કર્યું. ત્રણ પુત્રો અને બે પુત્રીઓને પણ તેમણે સંઘર્ષ કરી મોટાં ક્યાં. આ માટે ૧૯૬૪ના વર્ષમાં વાણિયાવાડ વિસ્તારમાં જમીનના એક મોટા ટુકડાની હરરાજી યોજાઈ ત્યારે તારામતીબહેને પોતાના પરિવારના જીવનનિર્વાહ માટે એ જમીન ખરીદી લીધી અને તેના પર ભુજ શહેરમાં આવતા મુસાફરો માટે રહેવા-જમવાની સુવિધા આપતું નાનું જનતાઘર બનાવ્યું. તેમાં આઠ આનાના ભાડાથી સૂવા માટે ખાટલો આપે. આ ધંધો ચાલ્યો એટલે નવા રૂમો બાંધીને લોકોને જમાડવાનું પણ ચાલુ કર્યું. રોટલા, રોટલી, છાશ, ખારાભાત, શાક, ગોળ, ઘી જેવી દેશી વાનગીઓ છૂટક ભાવે આપવાની લોજનો આરંભ કર્યો. રસોડાની તમામ જવાબદારી તારામતીબહેન સંભાળે. વહેલી સવારે ઊઠી છાશ જંગવાથી માંડીને શાક ખરીદી સમારવાં, રાંધવા તથા લૉજ ચાલુ થાય ત્યારે ગરમાગરમ રોટલા કે રોટલી ઉતારી ૬૦
SR No.023469
Book TitleJain Patrakaratva
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherVeer Tattva Prakashak Mandal
Publication Year2014
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy