________________
જ જૈન પત્રકારત્વ જજ જઇ ધરાવતા નેતાઓ પણ આ લડતમાં સાથે જોડાયા પરંતુ લડતની તમામ જવાબદારી નવયુવાન કાર્યકર સંઘે ઉપાડી હતી. છેક છેલ્લી ઘડી સુધી રાજ્ય તરફથી આ બાબતમાં કંઈ જ જાહેરાત બહાર ન આવતાં ચોક્કસ કરેલ દિવસે તે સમયે રખાલના કાયદાનો ભંગ કરવા પ્રજાનું સરઘસ નવયુવાન કાર્યકર સંઘના કાર્યકરોની આગેવાની નીચે ઉપડ્યું, પરંતુ કાયદા ભંગ કરવાના સ્થળ પાસે સરઘસ પહોંચે તે દરમ્યાન રાજ્ય તરફથી સમાધાન માટે તત્પરતા દાખવવામાં આવી અને પ્રજાની માગણીને સંતોષવાનું કચ્છના યુવરાજે આગેવાનોને મુલાકાત આપીને કબૂલ્યું. પરિણામે રખાલ સત્યાગ્રહમાં પ્રજાને અદ્ભુત વિજય મળ્યો અને તેનો તમામ યશ નવયુવાન કાર્યકર સંઘના યુવાન કાર્યકરોના ફાળે નોંધાયો.
આ રીતે નવયુવાન કાર્યકર સંઘ અને તેના યુવાન કાર્યકરો ટૂંક સમયમાં જ કચ્છી પ્રજામાં માનતા અને જાણીતા બની ગયા અને તેમની ઉદ્દામ વિચારસરણી અને જલદ કાર્યક્રમ યોજવાની નીતિ પ્રજામાં અતિપ્રિય થઈ પડી અને પરિણામે સમગ્ર પ્રજામાં ખૂબ ઉત્સાહ અને જાગૃતિ ફેલાવા લાગ્યા.
સેલ્સ ટેક્સ આંદોલન : ઈસવીસન ૧૯૫૪-૫૫ના વર્ષમાં કચ્છમાં સેલ્સ ટેક્સ દાખલ કરવામાં આવતાં કચ્છની જનતા અને વેપારીઆલમમાં તેનો જોરદાર વિરોધ થયો અને આ વિરોધે એક આંદોલનનું સ્વરૂપ લીધું. ૧૪૪મી કલમ ૧૭ મુજબ ભુજમાં સભા-સરઘસની મનાઈ ફરમાવવામાં આવી અને તેના ભંગ બદલ પ્રાણલાલ શાહની તંત્રે ધરપકડ કરી. આથી કૃષ્ણલાલ માંકડ, અમૃતપ્રસાદ અંતાણી વગેરે નેતાઓએ ભુજ શહેરની હદબહાર સભા ભરી તેમાં પણ વિશાળ જનમેદની ઉમટી પડી. આટલો મોટો લોકજુવાળ જોતાં તંત્રે પ્રાણલાલ શાહને મુક્ત કર્યા. તેમની મુક્તિ સમયે ભુજમાં શહેરના સમગ્ર વેપારી આલમે તેમનું ભવ્ય સ્વાગત કર્યું. સુવર્ણ અને ચાંદીના અલંકારોથી કમાનો તૈયાર કરી તેમનું સ્વાગત કરાયું મોટી જનમેદનીએ પણ તેમનું સ્વાગત કર્યું.
સાચાં અધાંગિની તારામતી : ભુજના ડોસાભાઈ લાલચંદ ધર્મશાળાથી બસસ્ટેશન જવાના માર્ગે વાણિયાવાડ નાકા પર નવી શાકમાર્કેટ પાસે ચાર માળની એક આલિશાન ઈમારત “તારા