________________
જૈન પત્રકારત્વ
જ સત્યાગ્રહ કહેવાય કે કેમ તે પણ એક સવાલ હતો. તેમ છતાં પરિષદે પોતાના છ માસ પછી પગલાં ભરવાના પોતાના ઠરાવનો અમલ કરવાની કોઈ તૈયાર ન બતાવતા ત્યારે દેશપ્રેમ, ધગશ અને પ્રજાસેવાની તમન્નાથી છલકાતા યુવાનોએ પ્રાણલાલ શાહની આગેવાની નીચે માંડવી ખાતે અમુક ચોક્કસ તારીખ અને સમયે કાયદાનો ભંગ કરવાની નોટિસ આપી અને તે લડતની જાહેરાત વર્તમાનપત્રોમાં પણ જોરશોરથી કરવામાં આવી અને મુકરર કરેલા દિવસથી અગાઉ આ યુવાનો માંડવી પહોંચી ગયા. યુવાનોના આ જોમ અને જુસ્સાની પરિષદ પર અસર થઈ અને પરિષદ પ્રમુખ બિહારીલાલ અંતાણીએ કચ્છ રાજ્યનો સંપર્ક સાધી દરમ્યાનગીરી કરતાં નક્કી કરેલા દિવસની આગલી રાત્રે જ કચ્છ રાજ્યના દિવાને એક માસની અંદર આ ઠરાવ રદ કરવાની લેખિત ખાતરી આપતાં આ આંદોલનનો સુખદ અંત આવ્યો. પ્રાણલાલ શાહની આગેવાની હેઠળ યુવાનોની અને કચ્છની પ્રજાની જીત થઈ.
રખાલ સત્યાગ્રહ : આ પછી નવયુવાન કાર્યકર સંઘને રાજ્ય સામે મોરચો માંડનારો એક બીજો પ્રસંગ તરત જ સાંપડ્યો. પાટનગર ભુજ શહેરની આજુબાજુની તમામ ગૌચર જમીન કચ્છ રાયે રખાલમાં દાખલ કરી દીધી હતી અને જેને લીધે ભુજ શહેરમાં વસતી પ્રજાનાં પશુધનને અત્યંત હેરાનગતિ ભોગવવી પડતી હતી. ખરેખર તો મહારાજાઓના સમય પહેલાં ભુજ શહેરની નજીકની તમામ જમીન ગૌચર ગણાતી અને તે પ્રજાનો હક્ક રાજય તરફથી ઝુંટવી લેવામાં આવ્યો હતો. પાટનગરના શહેરીઓમાં આ પ્રશ્ન જ્યારે ખૂબ ઉકળાટનું કારણ બન્યો ત્યારે આ પ્રશ્નને પકડી લઈ નવયુવાન કાર્યકર સંઘે રાજ્ય પાસે પ્રજા હક્કની માગણી કરી અને માગણી ચોક્કસ સમયમાં ન સ્વીકારાય તો રખાલના કાયદાનો ભંગ કરવાની પણ જાહેરાત કરી. આ હેરાનગતિ એક-એક હિન્દુ-મુસ્લિમ પ્રજાજનને ભોગવવી પડતી, આથી સમગ્ર પ્રજા નવયુવાન કાર્યકર સંઘની આ લડતમાં જોડાવા ને સહકાર આપવા તૈયાર થઈ, અને આ પ્રશ્ન તો ગાય જેવાં પ્રાણીનો હોતાં માનવદયાને કારણે પ્રજામાં તાત્કાલિક સહાનુભૂતિ ફેલાઈ. નવયુવાન કાર્યકર સંઘે પણ પ્રજાને તૈયાર કરવા ખૂબ ઉહાપોહ કર્યો અને જાહેરસભાઓ બોલાવી. પરિષદના વિનિત વિચારસરણી
૫૮