________________
જૈન પત્રકારત્વ
પશુઓના ત્રાસથી થતી પ્રજાની પાયમાલી જણાવી તેને દૂર કરવાની આગ્રહપૂર્વકની માગણી કરવામાં આવતી હતી. સુવર-ચિત્તાનો ત્રાસ અને તેને મારવાની રાજબંધી હોવાના કારણે પાયમાલીથી પ્રજા ત્રાહી-ત્રાહી પોકારતી હતી. તેમ છતાં કચ્છના રાવ પ્રજાકીય પરિષદની આ માગણી પ્રત્યે હંમેશ આંખ આડા કાન કરતા હતા અને માત્ર રાજ્યકર્તાના મોજશોખ ખાતર પ્રજાના જાનમાલ સાથે આવા પ્રકારની માનવતા વિહીન રમત ચાલુ રહેવા પામી હતી. પરિણામે કચ્છી પ્રજાકીય પરિષદના ભચાઉ ખાતે ૧૯૩૭માં યોજાયેલા પાંચમા અધિવેશનમાં આ સવાલ પર વાતાવરણ ઉગ્ર બન્યું હતું અને પ્રજાના જાનમાલ સાથે ખેલાતી આવી રમત પ્રત્યે માત્ર વિનંતીઓ કરી નિષ્ક્રિય બેસી રહેવા સામે તમામ પ્રતિનિધિઓએ ઉગ્ર વિરોધ કર્યો અને નક્કર પગલાંઓ ભરવાની માંગ પરિષદના પ્રાણલાલ શાહ જેવા ઉદ્દામ વિચારસરણી ધરાવતા કાર્યકરોએ કરી. પરિણામે આ પ્રશ્ન પરત્વે છ માસ સુધી રાહ જોવાનો અને આ દરમ્યાન કંઈ જ રાહત ન મળે તો યોગ્ય પગલાં ભરવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો. આ દરમ્યાન પરિષદ તરફ કચ્છભરના યુવાનો આકર્ષાયા હતા અને વિવિધ પ્રશ્નોની ચર્ચા દરમ્યાન આ યુવાનોએ પરિષદના આગેવાનોની વિનંતી વિચારસરણી સામે વિરોધી સૂરો કાઢચા અને એ પરથી આવા જ ઉદ્દામ વિચારસરણી ધરાવતા યુવાનો નજીક આવ્યા અને તેમને સંગઠિત રીતે મોરચો માંડવાની જરૂર જણાઈ. આ રીતે રાજકારણના નવા નિશાળિયા યુવાનોમાં મુખ્ય કાર્યકરો ભુજના હતા આથી અધિવેશનની બેઠક પૂરી થતાંની સાથે જ આ કાર્યકરોએ ભુજમાં પોતાની સાથે જ આ કાર્યકરોએ ભુજમાં પોતાની જુદી બેઠક બોલાવી અને ‘નવયુવાન કાર્યકર સંઘ’ એ નામે મંડળની સ્થાપના કરી જેની આગેવાની પ્રાણલાલ શાહે લીધી હતી. આ મંડળે કચ્છભરમાં યુવાનોને જાગૃત કરવાની કામગીરી આરંભી દીધી હતી.
પરિષદે કરેલા ઠરાવ મુજબ ચિત્તા-સુવરના ત્રાસ અંગે રાજ્યે કંઈ પગલાં ન લેતાં આ પ્રશ્ને પરિષદ કંઈ ન કરે તો નવયુવાન કાર્યકર સંઘે સત્યાગ્રહની લડત ઉપાડવાનો નિર્ણય કર્યો પરંતુ યુવાનોના આ પડકારને પ્રજાનો મોળો પ્રતિસાદ મળવા છતાં યુવાનો આ સત્યાગ્રહ અર્થાત્ ચિત્તા-સુવરને મારીને કાયદાનો ભંગ કરવા મક્કમ હતા. જોકે પશુને મારવાનો આ હઠાગ્રહ પણ વિચિત્ર હતો. ખરેખર તો એ
૫૭