________________
રાજા જય જૈન પત્રકારત્વ જાજા કર્યો હતો. સ્થાનિક વહીવટીતંત્રે તેમને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓ પોતાનું કામ પૂરું કરીને જંપ્યા હતા. જો કે પાછળથી તંત્રે આ ખાંભીને દૂર કરી હતી. આમ, કોંગ્રેસ અને સ્થાનિક વહીવટી તંત્રના અનેક પ્રયાસો છતાં મહાગુજરાતના આંદોલનને કચ્છમાં જાગતું રાખવાનો શ્રેય એકમાત્ર એકલવીર પત્રકાર પ્રાણુભાઈને જ જાય છે.
સત્યાગ્રહ અને પ્રાણલાલ શાહ : આપણે આગળ નોંધ્યું તેમ મહાગુજરાત આંદોલનમાં પ્રાણુભાઈનું મહત્વનું યોગદાન હતું તેમ કચ્છમાં પણ આઝાદી પહેલાં અને તે પછી અનેક સત્યાગ્રહો અને આંદોલનમાં તેમનું યોગદાન માત્ર મહત્ત્વનું જ નહીં પણ આવા સત્યાગ્રહોની આગેવાની સુદ્ધાં તેમણે લીધી હતી. આવા સત્યાગ્રહોમાં સુવર-ચિત્તા સત્યાગ્રહ, રખાલ સત્યાગ્રહ તથા સેલ્સ ટેકસ આંદોલન પ્રમુખ છે.
સુવર - ચિત્તા સત્યાગ્રહ : કચ્છમાં અનેક રાની પશુઓની સાથે સુવર અને ચિત્તાઓ પણ ખાસ્સી સંખ્યામાં હતાં, આ પશુઓની પ્રજાને જબરી કનડગત હતી. ખેતરોમાં ઊભા પાકનું આ પશુઓ ભેલાણ કરી જતાં, ખેડૂતો તથા માલધારીઓના પાળીતાં જાનવરો ગાય, બકરાં, ઘેટાં, બળદ કે ઊંટોને આ પશુઓ મારી નાખતાં. અરે, ક્યારેક તો નાના બાળકોને પણ આ પશુઓ પોતાનો શિકાર બનાવતાં, પરિણામે કચ્છની પ્રજા આ ત્રાસથી ખૂબ જ વાજ આવી ગઈ હતી. તેમ છતાં આ રાની પશુઓનો રાજા શિકાર કરી શકે એ માટે આમપ્રજાને આ પશુઓને મારવા પર પ્રતિબંધ મૂકાયો હતો કારણકે કચ્છના રાજવી શિકારના શોખીન હતા. કચ્છની પ્રજાને આ ત્રાસમાંથી મુક્તિ અપાવવા કચ્છની પ્રજાના અનેક પ્રશ્નો માટે રાજાશાહી સામે લડત ચલાવતી કચ્છ પ્રજાકીય પરિષદ (જેનો જુદો ઈતિહાસ છે)ના નેજા હેઠળ સત્યાગ્રહ ચલાવાયો જે કચ્છના ઇતિહાસમાં સુવર-ચિત્તા સત્યાગ્રહ' નામે જાણીતો બન્યો અને સત્યાગ્રહની આગેવાની પ્રાણલાલ શાહે લીધી હતી.
કચ્છી પ્રજાકીય પરિષદના દરેક અધિવેશનમાં ચિત્તા અને સુવરનો ત્રાસ દૂર કરવાની રાજ્ય સમક્ષ માગણી કરતો ઠરાવ કરવામાં આવતો, પરિષદના અનેક પ્રતિનિધિમંડળો પણ આ મુદ્દે રાવની રૂબરૂ મુલાકાત સમયે પણ આ રાની
પ૬