________________
જૈન પત્રકારત્વ
તેથી તે જાણીતા બન્યા હતા. ત્યારે કોંગ્રેસ સામે ટક્કર ઝીલી શકે તેવી ક્ષમતા તેમનામાં હતી અને તે પણ આવા પ્રસંગો શોધતા રહેતા.
તે સમયે તેમનો ઇન્દુચાચા સાથે સંબંધ હતો. તે કચ્છમાં તેમના પ્રતિનિધિ હતા તેમ જ કહી શકાય. એટલે જ્યારે ઇન્દુચાચાએ મહાગુજરાત આંદોલનનું સુકાન સંભાળ્યું ત્યારે સ્વાભાવિક રીતે પ્રાણલાલ શાહ તેમાં ખેંચાયા અને ઝુકાવી જ દીધું. સ્થાનિકે તો પ્રવૃત્તિ કરી જ, પણ રાજ્ય સ્તરે અમદાવાદમાં પણ સતત સક્રિય
રહ્યા.
મહાગુજરાત આંદોલન દરમિયાન શહીદ થયેલા યુવાનોના સ્મારક માટે જનતા પરિષદે ભદ્રમાં આવેલ કોંગ્રેસ હાઉસના ટ્રાફિક સર્કલ પર શહીદોની ખાંભી મૂકી. તે મૂકવા ઇન્દુચાચાની આગેવાની હેઠળ દોઢથી બે લાખ લોકોનું વિરાટ સરઘસ ત્યાં ગયું અને ખાંભી ઊભી કરી, તેના પર ફૂલહાર ચડાવ્યાં, પછી વિખેરાઈ ગયા. આ ખાંભીને રાતોરાત ખસેડી નખાઈ એટલે તેના સામે સત્યાગ્રહ શરૂ થયો. તે કુલ ૨૬૬ દિવસ ચાલ્યો. પ્રથમ ટુકડીએ ૧૭ ઑગસ્ટ, ૧૯૫૮ના ઇન્દુચાચાની આગેવાની હેઠળ સત્યાગ્રહ શરૂ કર્યો અને ત્યાં જ ધરપકડ વહોરી. તેનાથી ૨૬૬મી ટુકડી સુધી કોઈએ જ જામીન કે પૅરોલની અરજી ન કરીને સજા ભોગવી હતી.
જ
આ ૨૬૬ ટુકડીઓમાં ૩૨, ૫૬, ૭૭, ૧૩૧ અને ૨૨૨ નંબરની એમ પાંચ કચ્છની ટુકડીઓ હતી. જેમણે પણ સત્યાગ્રહ કરી સજા ભોગવી હતી. આ ટુકડીઓમાં પ્રાણલાલભાઈ શાહની આગેવાની નીચે કચ્છની મહિલાઓ સહિત કેટલાય સભ્યો જોડાયા હતા જેમાં પ્રાણલાલભાઈનાં પત્ની તારામતીબહેન પણ સામેલ હતાં. આ ટુકડીઓ અમદાવાદ હોય ત્યારે સ્થાનિકે પ્રાણલાલભાઈ શાહે વાતાવરણને જીવંત રાખ્યું હતું. ભુજમાં તેમણે વાણિયાવાડ, ભીડ ચોક અને મહેરઅલી ચોક વિસ્તારમાં જંગી સભાઓ ભરી હતી. સમગ્ર કચ્છમાંથી તેમને સાંભળવા લોકો એકઠા થતા અને સંપૂર્ણ શાંતિથી સાંભળતા. આ ઉપરાંત માંડવી, નળિયા, ભુજપૂર, અંજાર, ગાંધીધામ વગેરે સ્થળોએ પણ તેઓ ફરી વળતા અને ત્યાંની સ્થાનિક ટુકડીઓ સાથે સભાઓ સંબોધતા.
અમદાવાદમાં જ્યારે શહીદોની ખાંભી મૂકવામાં આવી ત્યારે પ્રાણુભાઈએ પણ ભુજમાં મહાદેવ નાકા બહાર બૅન્ડસ્ટેન્ડ પર ખાંભી કરવાનો જબરો પ્રયાસ
૫૫