SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ પાપા જય જૈન પત્રકારત્વ પ્રજાનો વિરોધ વહોરી લીધો. આ વિરોધમાંથી મહાગુજરાત આંદોલનનો જન્મ થયો. સાતમી ઑગસ્ટ, ૧૯૫૬ના દિવસે આંદોલન ચલાવવા માટે પગલાં સમિતિની રચના કરવામાં આવી. તેમાં ત્યારની લો-કોલેજના વિદ્યાર્થીઓ જોડાયા. અમદાવાદમાં સ્વયંભૂ દેખાવો શરૂ થયા. ત્યારની સરકાર કોંગ્રેસની હતી. તે આ ન જ ચલાવે. એટલે તેના આદેશથી પોલીસે વિદ્યાર્થીઓ સામે ગોળીબાર કર્યો. તેમાં ચાર વિદ્યાર્થીઓ માર્યા ગયા. આઠમી ઓગસ્ટે ફરી દેખાવો થયા. તેમાં ફરી ગોળીબાર થતાં ચાર મોત થયાં અને સો જેટલા આંદોલનકારીઓ ઘવાયા. આ ઘટનાનો સમગ્ર ગુજરાતમાં ઉગ્ર પડઘો પડ્યો અને વિવિધ શહેરોમાં પણ દેખાવો શરૂ થયા. સરઘસો નીકળવા લાગ્યાં. અમદાવાદમાં તો વધારે ને વધારે લોકો બહાર નીકળવા લાગ્યા. ત્યારે મોરારજી દેસાઈએ પ્રજાના મિજાજને ઓળખવામાં ભૂલ કરી અને પોલીસને તાર્કીદ આંદોલનને કચડી નાખવાનો આદેશ કર્યો. બીજા કોંગ્રેસી નેતાઓએ પણ લોકો સાથે રહેવાને બદલે કેન્દ્ર સરકાર અને પક્ષ સાથે રહી દ્વિભાષી રાજ્યની પ્રશંસા કરી. નેતાઓના આ મીંઢા વર્તનથી લોકોનો ઉશ્કેરાટ વધતો જ ગયો અને આંદોલનની તીવ્રતા વધવા લાગી. આ દરમ્યાન ૧૯૫૮માં દ્વિભાષી મુંબઈ રાજ્યના મુખ્ય પ્રધાન યશવંતરાવ ચૌહાણે એવો અભિપ્રાય વ્યક્ત કર્યો કે દ્વિભાષી રાજ્યની રચના પછી બે પ્રજા વચ્ચે એકતા ઊભી થઈ ન હતી. આ વિચાર પણ એક યા બીજી રીતે દોહરાતો રહ્યો. તેને પરિણામે તથા મહાગુજરાત આંદોલનની તીવ્રતા જોયા પછી વડાપ્રધાન જવાહરલાલ નહેરુને પણ સાચી પરિસ્થિતિનો ખ્યાલ આવ્યો અને ૧૯૫૯ના અંતમાં રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિએ છેવટે બે રાજ્યના વિભાજન માટે સંમતિ આપી. આને આધારે ૧ પલ્માં સંસદે ફરી બે રાજ્યની રચનાનો ખરડો પસાર કર્યો. ગુજરાત રાજ્ય રચવાની સંમતિ આપી. પરિણામે ૧૯૬૦ની પહેલી મેએ ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવ્યું. ગાંધીવિચારક શ્રી રવિશંકર મહારાજના વરદહસ્તે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું તે સાથે જ મહારાષ્ટ્ર પણ અસ્તિત્વમાં આવ્યું. આના પરિણામે મહાગુજરાત આંદોલન સમેટાઈ ગયું. મહાગુજરાત આંદોલનમાં મુખ્ય ભાગ વિદ્યાર્થીઓએ ભજવ્યો હતો. પછી
SR No.023469
Book TitleJain Patrakaratva
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherVeer Tattva Prakashak Mandal
Publication Year2014
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy