________________
જૈન પત્રકારત્વ
સાંભળવા એકઠો થતો અને તેમના વેધક તીરને તાળીઓથી વધાવતા. પ્રાણુભાઈની તેજાબી વાણીનો પ્રભાવ એટલો હતો કે મહાગુજરાતના આંદોલનમાં ઇંદુભાઈ યાજ્ઞિક ભાષણ આપવા માટે પ્રાણલાલ શાહને કચ્છ બહાર ગુજરાતની સભાઓમાં ખાસ વક્ત તરીકે બોલાવતા હતા. તેમને સરકારે દેશદ્રોહના આરોપસર પકડચા હતા અને અનેકવાર તેમને કચ્છમાંથી તડીપાર પણ કર્યા હતા.
કચ્છના વિરોધ પક્ષના નેતાઓની એક ખાસિયત અને શક્તિ આ નેતાઓની વક્તૃત્વ પરની ગજબની પકડ, આ નેતાઓની આગઝરતી જબાનમાં થતાં ભાષણો પ્રજામાં એક વીજળીક સંચાર લાવી દેતા.
મહાગુજરાતનું આંદોલન, કચ્છ અને પ્રાણલાલ શાહ : બિટિશરોની ગુલામીમાંથી મુક્ત થવા સમગ્ર રાત્રે સ્વાતંત્ર્યની ચળવળ ચલાવી. ત્યારે તો ગાંધી – નહેરુ - સરદાર કે સુભાષ જેવા પ્રખર નેતાઓ હોવાથી સમગ્ર રાષ્ટ્રને એકછત્ર નીચે રાખી શકાયું. અલબત્ત, ત્યારે પણ હિન્દુ-મુસ્લિમ સંદર્ભમાં મતભેદ અને વિભાજિત માનસ તો હતું જ, પણ અન્ય વિભાજિત તત્ત્વો દબાયેલાં રહ્યાં હતાં અને બધાયે સાથે મળીને સ્વાતંત્ર્ય મેળવ્યું, પણ સ્વાતંત્ર્ય મળતાં જ જૂના વિભાજિત તત્ત્વો ફરી માથું ઊંચકવા લાગ્યાં. ભાષાવાર રાજ્યોની માગણી શરૂ થઈ. તે બાબતે તત્કાલીન સરકારે કમિશનો વગેરે નીમ્યા. ક્રમશઃ ભાષાવાર રાજ્યો રચાવા લાગ્યાં. તેમાં ૧૯૬૦માં ગુજરાત રાજ્ય પણ અસ્તિત્વમાં આવ્યું. પણ તેનાં મૂળિયાં પણ સ્વાતંત્ર્ય પ્રાપ્તિ સાથે જ નખાયાં હતાં. ૧૯૪૮માં પ્રથમવાર ગુજરાતના અલગ રાજ્યની ભલામણ થઈ હતી. ત્યાર બાદ ૧૯૫૩માં કેન્દ્ર સરકાર દ્વારા ‘ફઝલઅલી પુનઃ રચના મંચ’ નીમવામાં આવ્યું. તેના સામે પણ મહારાષ્ટ્ર અને ગુજરાત એવાં બે રાજ્યો રચવાની ભલામણ આવી, પણ તેણે આ વિચારને નકાર્યો અને ‘બૃહદ મુંબઈ રાજ્ય’ની ભલામણ કરી. મહાગુજરાત રાજ્યની માગણી તેણે ઠુકરાવી દીધી. આ ભલામણનો ગુજરાત કૉંગ્રેસ સમિતિએ વિરોધ કર્યો (૨૫/૧૨/૫૫)ના, પણ તેને અવગણીને સંસદે છઠ્ઠી જૂન, ૧૯૫૬ના આ બાબતનો ઠરાવ કર્યો. તેનો ગુજરાતમાં સખત વિરોધ થયો, પણ ત્યારે પણ શિસ્તના બહાના હેઠળ ગુજરાત કૉંગ્રેસે તે ઠરાવને સંમતિ આપી અને ગુજરાતની
૫૨