________________
જૈન પત્રકારત્વ
ભૂંડી હાર આપી તમામ બેઠકો કબજે કરી હતી અને પોતે શહેરના નગરપતિ બન્યા હતા. તેઓ જન્મજાત સમાજવાદી વિચારસરણીને વરેલા હતા.
કચ્છમાં ૧૯૪૫થી ૭૦ સુધીના દાયકામાં વિરોધ પક્ષના મેરુ પર્વત જેવા નેતા હતા શ્રી પ્રાણલાલ શાહ. વિરોધ, સંઘર્ષ, આંદોલન અને ચળવળ શબ્દના પ્રાણલાલ શાહ પર્યાય હતા. વૈચારિક રીતે તેઓ સમાજવાદી હતા અને કૉંગ્રેસ શાસનના કટ્ટર વિરોધી હતા. સાથીઓમાં તેઓ પ્રાણુભાઈના લાડકા નામથી જાણીતા હતા. પ્રાણુભાઈ પણ તેજાબી અને નીડર વક્તા હતા. દરેક અન્યાય સામે લડત એ તેમનો જીવનમંત્ર હતો. અનેક યુવાનો તેમનાથી આકર્ષાઈને સાથીદાર બન્યા હતા અને તેમની ઘેરવણી નીચે અનેક લડત ચલાવી હતી. કચ્છમાં આઝાદી પછી સુધરાઈઓમાં પ્રથમ કૉંગ્રેસે સત્તામાં રહીને બધી જ સુધરાઈઓનું શાસન સંભાળ્યું. આ દરમ્યાન વિરોધ પક્ષોએ સુધરાઈઓમાં સંખ્યાબળ પ્રમાણે એક જાગૃત વિરોધ પક્ષની ફરજો બજાવી હતી જેમાં પ્રાણુભાઈની સક્રિયતા વિશેષ જોવા મળતી.
શહેરની જાગૃત પ્રજાને સંગઠિત કરવી એ સહેલું હતું પણ ગામડાંના અભણ અને વેરવિખેર લોકોને તેમના હક્ક માટે જાગૃત અને સંગઠિત કરવા એ મોટી સિદ્ધિ હતી. પ્રાણભાઈએ કચ્છ કિસાનસભાના નેજા હઠળ કચ્છના અને ખાસ કરીને કચ્છના બારડોલી ગણાતા નખત્રાણા તાલુકાના ખેડૂતોને સંગઠિત કર્યા હતા અને ઘણાં આંદોલન ચલાવ્યાં હતાં. માધાપર હૉસ્પિટલના ઉદ્ઘાટન સમારંભનો બહિષ્કાર એ તેમનું યાદગાર આંદોલન હતું. ૧૯૫૭માં વિઘોટીની પ્રથા દાખલ થઈ એનો જબ્બર વિરોધ કરીને પ્રાણુભાઈએ કિસાનસભાના વાવટા હેઠળ નખત્રાણા તાલુકાના ૫૦૦૦ કિસાનોની સાથે નખત્રાણાથી ભુજ સુધીની પગપાળા કૂચ કરી હતી. કરણીદાન ગઢવી આ સૂચના સહયોગી હતા. પ્રાણલાલ શાહના આદેશ પ્રમાણે ગામડાના કિસાનો સ્થાનિક કૉંગ્રેસના આગેવાનોને ઘેરાવ પણ કરતા હતા.
મોંઘવારી હોય કે ફી વધારો, અધિકારીઓની જોહુકમી હોય કે મહાગુજરાતની ચળવળ પ્રાણલાલ શાહ કાઈ પણ અન્યાયના મુદ્દે ભુજ કે કચ્છ બંધના એલાન આપતા અને નાગરિકો તેમના આદેશને માથે ચડાવી સંપૂર્ણ બંધ પાળતા અને આવેદન આપવા તેમના સરઘસમાં હજારોની સંખ્યામાં સ્વયંભૂ ઉમળકાભેર ઉમટી પડતા. પ્રાણભાઈની સભાઓમાં પણ મોટો
જનસમુદાય તેમને
૫૧