________________
પાપા જૈન પત્રકારત્વ કરનારા
આવી છે. કહો કે કચ્છી પ્રજાકીય પરિષદનો સંપૂર્ણ ઇતિહાસ આ પુસ્તકમાં રજૂ કરાયો છે. પરિષદની રચના અને એ પછી તેને આનુષાંગિક પ્રવૃત્તિઓ, લોકલડતો અને સત્યાગ્રહોની આ પુસ્તકમાં વિગતે વાત કરાઈ છે. પ્રજાજાગૃતિના એ દિવસો વિસરાઈ ન જાય અને આગેવાનોની લડત એળે ન જાય, ભાવિ પેઢી તે યાદ રાખે અને તેમાંથી પ્રેરણા મેળવે એવા આશયથી આ પુસ્તક લખાયું છે, જે એક ઐતિહાસિક દસ્તાવેજની પણ ગરજ સારે છે કેમકે તેમાંથી પરિષદની રચના, તેના અધિવેશનો અને આ પછી થયેલ લોકલડત અને સત્યાગ્રહોની સંપૂર્ણ સાલવારી પણ આપણને ઉપલબ્ધ બને છે.
જાહેરજીવનના અગ્રણી તેમનાં જીવનનો અંતિમ દોઢ દાયકો બાદ કરીએ તો પાંચ દાયકા સુધી તેમણે સતત સંઘર્ષમાં જ વિતાવ્યા. આઝાદી પછી ત્રણ દાયકા સુધી કચ્છ સહિત સમગ્ર દેશમાં કોંગ્રેસનું એકચક્રી શાસન હતું. એ સમયમાં તેમણે પૂરી કારકિર્દી વિરોધ પક્ષના નેતા તરીકે નિભાવી. સ્વતંત્રતા પહેલાં રાજાશાહીમાં પણ ચિતા-સત્યાગ્રહ, દાતણ-સત્યાગ્રહ, રખાલ-સત્યાગ્રહ, કચ્છી પ્રજાકીય પરિષદ અને એ પછી કિસાન સંઘની ચળવળ, માધાપર હોસ્પિટલની લડત, સેલ્સ ટેક્સ નાબૂદીની લડત, મહાગુજરાતનું આંદોલન અને છેલ્લે કચ્છ સત્યાગ્રહ વગેરે અનેક આંદોલન અને ચળવળના તેઓ સરદાર હતા, જેની વિગતો આગળ નોંધીશું.
જીવનભર તેમણે કદી સત્તા સાથે સમાધાન કર્યું નથી. વારંવાર અનેક વખત જેલમાં ગયા, કચ્છમાંથી હદપાર પણ થયા. તેઓ તેજાબી વક્તા હતા. તેમનાં જલદ ભાષણો સાંભળવા લોકો કલાકો સુધી બેસી રહેતા હતા. પોતાના વિચારો અને પ્રવૃત્તિઓના પ્રચાર માટે આપણે આગળ નોંધ્યું તેમ પ્રાણલાલભાઈ શાહે કચ્છ ક્રાંતિ, આઝાદ કચ્છ, જાગૃત કચ્છ જેવા વર્તમાનપત્રો પણ પ્રગટ કર્યા હતાં તો કચ્છના લીડ દૈનિક પત્રના તેઓ તંત્રી પણ રહ્યા હતા.
પ્રાણલાલ શાહ આમ આદમીના રાહબર હતા, ચતુર, ઉગ્ર અને હિંમતવાન હતા. ચમરબંધી સામે ઝઝૂમવામાં ક્યારેય પાછીપાની નહોતી કરી કે તેના પરિણામની પરવા પણ તેઓ ન કરતા. વિરોધ પક્ષના નેજા હેઠળ તેઓ અનેક ચૂંટણીઓ લડ્યા. ૧૯૬૦માં ભુજ નગરપાલિકાની ચૂંટણીમાં તેમની પાર્ટીએ કોંગ્રેસને
પ૦