________________
જય માતાજી જ જૈન પત્રકારત્વ જાય જાજ ખવડાવવાના, ખીલા જડેલા પાટિયા પર સુવડાવવાના વગેરે... આ અને આવા તો અનેક કમકમાટી ઉપજાવે તેવા કિસ્સાઓ આ પુસ્તકમાં પ્રાણલાલભાઈએ નોંધ્યા છે. કેટલીક ઘટનાઓ તો તેમની સાથે બનેલી છે તેનું પણ તેમણે વર્ણન કર્યું છે. કચ્છના એ સમયના પોલીસ કમિશનર બહાદુર રસીદખાનના જુલ્મની સિલસિલાબંધ વાતો આ પુસ્તકમાં વાંચવા મળે છે. પુસ્તકમાં જણાવાયા મુજબ મહેલમાં રહેતા મહારાવનું કચ્છ રસીદખાન ખેડી રહ્યા હતા. અનેકોનાં ધર્મ પરિવર્તન, કેટલાય ખારવા પરિવારોને કચ્છ છોડીને બહાર વસવાની ફરજ પડી વગેરે જેવી અનેક ઘટનાઓ માટે આ રસીદખાનને જવાબદાર લેખાવાયા છે.
પુસ્તકને અંતે કચ્છમાંથી પ્રકાશિત થતાં વર્તમાનપત્રોમાં પ્રસિદ્ધ થયેલા કચ્છના પોલીસતંત્રને ખુલ્લા પાડતા તંત્રીલેખો અને ઘટનાઓ નોંધાઈ છે.
કચ્છ જાગ્યું ત્યારે : આઝાદ ભારત દેશના ઈતિહાસનાં લેખાંજોખાં તપાસતાં આઝાદીના સંઘર્ષનાં ૯૦ વર્ષની અનોખી તવારીખ મળે છે. આઝાદી માટે સમગ્ર દેશના નાગરિકોએ યત્કિંચિત ભૂમિકા ભજવી હતી. દેશના ખૂણેખૂણામાં તેનો ધ્વનિ સંભળાયો હતો. આ લડતે દેશના કેટલાક ભાગોમાં બે ભાગ ધારણ ક્ય, એક તો બ્રિટિશ સામ્રાજ્યની ગુલામીમાંથી મુક્ત થવાની લડત અને બીજી બાજુ દેશી રાજ્યોની ચુંગાલમાંથી છૂટવાની લડત ચાલુ રહી. જોકે આ બંને લડતોનું અંતિમ ધ્યેય તો ભારતની સ્વાધીનતા મેળવવાનું જ હતું. સમગ્ર દેશની જેમ કચ્છમાં પણ આઝાદી મેળવવા હવા પ્રસરી હતી. આ સમય દરમ્યાન કચ્છમાં ચાલતી જવાબદાર રાજ્યતંત્ર મેળવવા માટેની લડત અને તે માટે રચાયેલી કચ્છી પ્રજાકીય પરિષદનો સંપૂર્ણ ઈતિહાસ વર્ણવતું પ્રાણલાલ શાહનું બીજું પુસ્તક “કચ્છ જાગ્યું ત્યારે કચ્છી સાહિત્ય મંદિર, મુંબઈ દ્વારા મે ૧૯૪૭ના પ્રકાશિત કરવામાં આવ્યું છે. કચ્છી પ્રજાકીય પરિષદના તે સમયના મંત્રી ગિરીશ મહેતા આ પુસ્તકના સહ-લેખક છે. કચ્છી પ્રજાકીય પરિષદની રચના મુંબઈ ખાતે ૧૯૨૬ના ઓક્ટોબર મહિનામાં કરાઈ. અને તેના પાંચ અધિવેશનો મુંબઈ, માંડવી, અંજાર, ભુજ અને ભચાઉ ખાતે યોજાયાં. મુંદરાના ૧૯૩૮ના ડિસેમ્બર મહિનામાં ભરાયેલા તેના છઠ્ઠા અંતિમ અધિવેશન પછી કચ્છી પ્રજામાં આવેલી જાગૃતિની ગાથા આ પુસ્તકમાં વર્ણવવામાં