________________
કરવાની તક જૈન પત્રકારત્વ સામાજીક આપવાનું હોય તો તે માટે ઉત્તમ કચ્છની પોલીસ છે.'
એ સમયે કોઈને ત્યાં ચોરી થાય અને તેની પોલીસમાં ફરિયાદ કરવા જાય તો તેણે સમજી લેવાનું રહેતું કે પોતાના પરિવારની કુળવધૂ કે પોતાની પુત્રી ઉપરની આફતને પોતે નિમંત્રણ આપી રહ્યો છે. પોલીસ અમલદાર કે સિપાઈ તપાસમાં આવે અને તેની સરભરામાં જરીય કચાશ રહી જાય તો પરિવારના એકાદ જણ પર ગામની કોઈ બદચલન સ્ત્રી સાથે તેનો સંબંધ જોડી પરેશાન કરી ખંખેરવામાં આવતો.
કચ્છ રાજ્યમાં એ સમયે કાયદાપૂર્વક રચાયેલી અદાલતો હોવા છતાં તેનો કોઈ પણ જાતનો ડર આ તંત્ર રાખતું નહીં અને ન્યાય કોર્ટોના હુકમને ઠોરે મારવામાં પોતાની બહાદુરી સમજવામાં આવતી. નાનામાં નાના ગામડાથી લઈને મોટાં શહેર સુધી અને અદના સિપાઈથી લઈને મોટા મોટા અમલદાર સુધીની ફરેબ એ સમયે ફેલાઈ હતી તેની કોઈ સીમા ન હતી. કચ્છના મહારાવ કે હજુર કચેરીનો પણ કોઈ અંકુશ તેના પર ન હોય તેવું વાતાવરણ હોવાનું આ પુસ્તકમાં પ્રસિદ્ધ કરાયેલ કેટલાય કિસ્સાઓ પરથી જોઈ શકાય છે. આ પ્રકાશનમાં આવા કેટલાય કિસ્સાઓ આધાર સહિત ટાંકવામાં આવ્યા છે કે કચ્છની પોલીસ દ્વારા એ સમયે ફાવે તેની બેઈજજતી કરવામાં આવતી, ગમે તેને ગમે તેટલા સમય સુધી અટકાયતમાં રાખવામાં આવ્યા હોય અને મરજી મુજબ ત્રાસનીતિ અખત્યાર કરવાના અનેક દષ્ટાંતો સદર પ્રકાશનમાં અપાયા છે. કાઈ શકદાર, પોલીસ હવાલાતમાં માર અને ત્રાસને કારણે મરણ થતો તેને ભાગેડ બતાવી કવા કે તળાવને હવાલે કરાયાના બનાવો પણ અહીં નોંધવામાં આવ્યા છે, તો કેટલીય વ્યક્તિઓએ ફરીથી આ તંત્રના દોઝખમાં ન પડવું માટે જાતે કૂવા પૂર્યા હોવાની ઘટનાઓ પણ આ પુસ્તકમાં છે.
હવાલાતમાં અટકાયતમાં લીધેલા શકદારોને જીવતા દોઝખનો પરિચય કેવી રીતે કરાવાયો, ગુન્હાઓ કબૂલ કરાવવા માટે જુલ્મ ગુજારવાના, કલાકો અને દિવસો સુધી તરસ્યા રાખવાના, ભોજનમાં નરકનાં દર્શન થાય તેવી વાનગીઓ બળજબરીથી મારીફૂટીને ખવડાવવાના, સંવેદનશીલ અંગો પર ભારે વજનના પથ્થરો લટકાવવાના, ચાબૂક મારીને દોડાવવાના, કૂવાઓમાં ઊતારી ડૂબકીઓ
४८