________________
પર કામ કરતા જ જૈન પત્રકારત્વના ન જીક પોલીસતંત્રની વાતો કરવામાં આવી છે, કહો કે પોલમપોલ ખોલવામાં આવી છે. પુસ્તકના પ્રકાશક ગુણવંત ગણાત્રા પણ સૌરાષ્ટ્રના એ સમયના બાહોશ પત્રકાર હતા. કચ્છ રાજ્ય દ્વારા જય સૌરાષ્ટ્ર સહિત ૨૨ જેટલા વર્તમાનપત્રોના કચ્છમાંથી પ્રકાશનની કે પ્રવેશબંધી ફરમાવાઈ હતી, કચ્છી પ્રજાની ફરિયાદોને સત્તાવાળાઓના કાન પર મૂકવાની સેવા કરતા રોકવામાં આવ્યા હતા. તેમ છતાં જય સૌરાષ્ટ્ર પોતાનો પ્રજાસેવાનો અખબારી ધર્મ બજાવવા પ્રજાની પીડાને વાચા આપવાનો આ પુસ્તક દ્વારા પ્રયાસ કર્યો હતો, જોકે કચ્છ રાજ્ય દ્વારા તો આ પ્રકાશન પર પણ પ્રતિબંધ ફરમાવાયો હતો. આ પુસ્તકના પ્રકાશન માત્રની જાહેરાતથી કચ્છના તંત્રમાં એ સમયે ખળભળાટ મચી ગયો હતો. પોલીસતંત્ર પર તો જાણે વીજળી તૂટી પડી તેવો માહોલ સર્જાયો. કચ્છ અને કચ્છ બહાર એજન્સીના બારણાં સુધી આ પ્રકાશનને આવતું રોકવા તંત્ર દ્વારા અનેક પ્રયાસો કરાયા. કચ્છની સરહદ પરની અને બહારની તમામ જકાત ચોકીઓને સાબદી કરાઈ અને આ પુસ્તકને કચ્છમાં આવતું રોકવા ખાનગી હુકમ શ્રાવણ વદ-પાંચમ, સંવત ૨૦૦૨ના કચ્છ રાજયના તત્કાલની ચીફ કસ્ટમ ઓફિસર પી. એમ. ખંભાતાની સહીથી આપવામાં આવ્યો હતો, તેમાં જણાવાયા મુજબ આ પુસ્તક રેલવે, પોસ્ટ-પાર્સલ કે અન્ય બીજી કોઈ પણ રીતે કચ્છમાં આયાત થાય તો તાત્કાલિક તેને અટકાયતમાં રાખી અને તે પુસ્તકની તમામ નકલો કસ્ટમ ઓફિસરને સુપરત કરવાનો આદેશ કરાયો
હતો.
કચ્છના તત્કાલીન પોલીસતંત્ર અંગેની ઘણી જ ફરિયાદો અને ગંભીર હકીકતોને આ પ્રકાશન મારફત ઉજાગર કરવામાં આવી છે. આ હકીકતો જોતાં તંત્રમાં આટલું અધેર એ સમયે ચાલતું હશે ? એવો સવાલ સહેજે થાય. પુસ્તકમાં પ્રકાશિત હકીકતોથી કચ્છની પ્રજાની દારૂણ દશાનો ચિતાર મળી રહે છે. પુસ્તકના આમુખમાં સ્વ. ફૂલશંકર પટ્ટણી નોંધે છે તેમ ‘પોલીસનું નામ એ સમયે પ્રજામાં એટલી હદે અળખામણું બન્યું હતું કે, દેશી રાજ્યોની પોલીસોમાં વધુ નાલાયકી માટે, વધુમાં વધુ અને અવનવી તરેહના જુલ્મો ગુજારવા માટે લોકોને વધુ ને વધુ કચડવા, પીલવા, લૂંટવા તેમજ તેમના જીવનના નૂરને હણવા, તેમના ખમીરને તોડવા, તેમના પોકારને રૂંધવાના “અત્યાચાર શ્રેષ્ઠ તરીકેનું જો કોઈ નોબલ પ્રાઈઝ'
४७