________________
જાપાની જાપાનીઝ જૈન પત્રકારત્વ જજ જ પ્રજાએ પણ તેમને પોતાની ઉષ્માભરી હંફમાં સમાવ્યા છે. રાષ્ટ્રીય પત્રકારત્વ ક્ષેત્રે હમણાં હમણાં સંશોધનાત્મક પત્રકારત્વવાળા વૃત્તાંતોની મોટા પાયે કદર કરવામાં આવે છે, પણ કચ્છના સાંકડા પત્રકારત્વના ક્ષેત્રે આજથી છ દાયકાથીય પહેલાં એમના “આઝાદ કચ્છ અને બીજા અખબારોમાં સંશોધનાત્મક પત્રકારત્વ ધરાવતા અહેવાલોનો સિલસિલો એમણે વરસો સુધી જાળવેલો.
જિલ્લા કક્ષાના જાગૃત પત્રકાર ઉપર રાજકીય વિવેચકની, સામાજિક શિક્ષકની અને ભાંગ્યાના ભેરુ બનવાની વિવિધ જવાબદારી આવતી જ હોય છે અને સઘળી જવાબદારી એમણે સુપેરે બજાવી છે. આજનું કચ્છનું ભુજથી પ્રકાશિત થતું સંપૂર્ણ કદનું માતબર દૈનિક અખબાર કચ્છમિત્ર' જ્યારે 'મિત્ર'માંથી ૪૬'૪૭માં કચ્છી જૈન સમાજના સામાજિક સામયિક તરીકે મુંબઈથી પ્રકાશિત થતું ત્યારે તેને નવા સ્વરૂપે કચ્છ સુધી વિકસાવવામાં પણ પ્રાણલાલભાઈનો ફાળો પ્રમુખ રહ્યો છે.
પત્રકાર પ્રાણલાલ શાહનાં પુસ્તકો જાગૃત પત્રકાર અને જાહેરજીવનના અગ્રણી પ્રાણલાલ શાહે જનતાના દર્શને વાચા આપવા માટે અખબારના પ્રકાશનની સાથે પુસ્તકો લખીને પણ પોતાનો પત્રકારધર્મ નિભાવ્યો છે. એમના આ પુસ્તકો તત્કાલીન કચ્છની પરિસ્થિતિનો વાસ્તવિક ચિતાર આપી એ ઐતિહાસિક દસ્તાવેજો પણ પૂરા પાડે છે. એમનાં આ પુસ્તકો પણ એમનામાં રહેલા સાચા પત્રકારત્વના ગુણોનો પરિચય આપે છે.
કચ્છનું પોલીસતંત્ર આજથી ૬૬ વર્ષ અગાઉ રાજાશાહી સામે હરફ પણ ઉચ્ચારી નહોતો શકાતો, શાસન વિરુદ્ધ પ્રકાશન કરવું એ તો એથીય કપરું કામ હતું તેવા સમયે કચ્છના તત્કાલીન પોલીસતંત્રની પોલ ખોલતું એક પુસ્તક પત્રકાર પ્રાણભાઈએ પ્રકાશિત કર્યું હતું અને એ સમયે રાજકોટથી પ્રકાશિત કરાયેલા આ પ્રકાશનનો કચ્છમાં પ્રતિબંધ પણ મુકાયો હતો. | વિક્રમ સંવત ૨૦૦૨ના વર્ષમાં નાગપંચમીના દિવસે જ સૌરાષ્ટ્ર પ્રકાશન મંદિર, રાજકોટ દ્વારા પ્રકાશિત કરાયેલા કચ્છનું પોલીસતંત્ર' એ નામના એ પુસ્તકમાં કચ્છના એ સમયના અને એથીય આગળના વીસ વર્ષ પહેલાના