________________
જય જય જય જય જૈન પત્રકારત્વ માફી માગી અને “મુકાબાજ' મુખરજીનું અખબારી તોફાન કચ્છની રાજકીય લડતના અનેક પોરસિલા પ્રકરણોમાંનું એક સોનેરી સોપાન બન્યું. આવી તો અનેકાનેક અથડામણો અને સંઘર્ષોના પુરમાં એ હંમેશાં હિંમત, ધૈર્ય અને ઉમંગ સાથે ઝંપલાવતા જ રહ્યા. પછીની કારકિર્દીમાં પોતાનાં વિવિધ અખબારો એમણે પ્રગટ કર્યો. બ્રિટિશ સરકાર અને કચ્છની રાજાશાહીને હંફાવતા, અખબાર પ્રતિબંધક કાયદાઓની ચુંગાલમાંથી છટકતાં રહેતા અનેક પાત્રોના નામોના મોરા એમણે પણ બદલવા પડ્યા. ‘આઝાદ કચ્છ', 'કચ્છ ધરા', 'રણકાર', નૂતન કચ્છ', કરછ ક્રાંતિ', જાગૃત કચ્છ” વગેરે. શહીદ ભગતસિંગની દેશભક્તિભરી પ્રશસ્તિના ‘ગુન્હા સબબ બ્રિટિશ સરકારે પણ એમને કચડ્યા. અખબારી અને વ્યક્તિ સ્વાતંત્ર્યનું ગળું ટૂંપતી, રિયાસતી કચ્છના રાજદ્રોહના કાયદાની કલમ પ૭ - એનો સૌથી પહેલો અને એકમાત્ર – ભોગ પણ એ જ બન્યા, જેમાં એમને સાડાચાર વરસની જેલની કેદ ટપકારેલી. પ્રાણલાલ શાહ માત્ર પત્રકાર જ નહીં, કચ્છના એ અરસાના જાહેર જીવનમાં ડોબરી યુવા-નેતા પણ રહ્યા. એમની તેજીલી કલમ અને જબાન નીર્ભિક પણ હતાં અને ક્યારેક અનિયંત્રિત પણ હતાં. રાજાશાહી, ઈજારાશાહી, ગેરવહીવટ, રુશવતખોરી અને પ્રજાપડનના એ કટ્ટર શત્રુ રહ્યા. રાજકીય કે સામાજિક સુધારણના યજ્ઞમાં હાડકાં નાખનારા બળો કે વ્યક્તિઓને વિવેકની ભાષાની અપેક્ષા રાખવાનો મુદ્દલ હક ન હોવાનું એ દ્રઢપણે માનતા. ‘જરના ક્વિટ ઈન્ડિયા’ના આંદોલન દરમિયાન એ આતંકવાદી પણ બન્યા અને બંદીવાન પણ બન્યા. કચ્છમાં ચિત્તા-સત્યાગ્રહ, અનાજ-સત્યાગ્રહ, ખેડૂતઆંદોલનો જેવા અનેક પ્રસંગે પ્રજાહિત માટે સત્તા સામે એ ટકરાતા જ રહ્યા. ગુજરાતના જાણીતા પત્રકાર રવિશંકર મહેતાને પ્રાણલાલ શાહ પોતાના અખબારી ગુરુ માનતા. રવિભાઈ પ્રાણલાલ શાહના અખબારને તેજસ્વી પણ તોફાની' ગણાવતા. પ્રાણલાલભાઈના લઘુબંધુ અને જાતે પણ પત્રકાર એવા પ્રવીણભાઈ નોંધે છે કે, ઐતિહાસિક સંદર્ભો કે રાજકીય વિચારધારાના દોહનનો એમનો અભ્યાસ સૂક્ષ્મ કે વ્યાપક ન હોવા છતાં કચ્છી પ્રજામાં અખબારો દ્વારા વ્યક્તિગત અને સામૂહિક હિંમત, સાહસ અને યહોમિયત ઉપજાવવામાં કચ્છી પત્રકાર અને જાહેર જીવનના અગ્રણી તરીકેનો પ્રાણુભાઈનો ફાળો અદ્વિતીય રહ્યો છે. કચ્છી
૪૫.