________________
wwwજય જૈન પત્રકારત્વ અપાઇ અડીખમ પત્રકાર : પ્રાણલાલ શાહ
- નરેશ પ્રદ્યુમનરાય અંતાણી
નરેશભાઈ કચ્છ-ભુજસ્થિત કચ્છમિત્ર'ના સહતંત્રી છે તથા ગુજરાત ઈતિહાસ પરિષદના મંત્રી તિરકે સેવા આપી રહેલ છે.)
જૈન સમાજે કચ્છને આપેલાં અનેક નરરત્નોમાં એક સમયે કચ્છમાં જેની હાક પડતી, રાજાશાહીના સમયમાં કચ્છની પ્રજાની પીડાને વાચા આપવાનું કામ કરનારા કચ્છના અડીખમ પત્રકાર, સ્વાતંત્ર્ય સેનાની અને લેખક પ્રાણલાલ શાહનો જન્મ કચ્છી દશા શ્રીમાળી જૈન પરિવારમાં ૧૮મી મે, ૧૯૧૭ના થયો હતો. પિતાનું નામ નાનચંદભાઈ. તેઓ કચ્છના માંડવી તાલુકાના રામપર વેકરા ગામના વતની, પણ તેમનો પરિવાર ભુજમાં જ સ્થાયી થયો તેમ તેમની પ્રવૃત્તિઓનું કેન્દ્ર પણ ભુજ જ રહ્યું. એક પેઢી પહેલાંના કચ્છના રાજકારણનું એક વિરલ વ્યક્તિત્વ એટલે પ્રાણલાલ નાનચંદ શાહ. છેલ્લી એક સદીમાં તેમના જેવો ખૂંખાર રાજકારણી અને પત્રકાર પાક્યો નથી તેમ કહીએ તો પણ અતિશયોક્તિ નથી.
પ્રાણલાલ શાહની કચ્છના પત્રકારત્વની કારકિર્દી પણ લગભગ ચારેક દાયક (૧૯૩થી ૧૯૭૮) જેટલી વિસ્તરેલી. કચ્છની દેશી રિયાસતી મહારાવશાહી સામેના અવિરત યુદ્ધના તેજીલા હથિયાર તરીકે એમણે અખબારોનો અત્યંત અસરકારક ઉપયોગ કર્યો. એમની શરૂઆતની કારકિર્દીમાં બ્રિટિશ હકુમતના વિસ્તારોમાંથી પ્રગટ થતાં (મુંબઈ)ના મુંબઈ સમાચાર', 'બોમ્બે ક્રોનિકલ’, “સાંજ-વર્તમાન', 'જનાભૂમિ', 'વંદે માતરમ્', માતૃભૂમિ', (કરાચીના) ‘મહાગુજરાત', (રાજકોટના) યુગાંતર', જય સૌરાષ્ટ્ર, (અમદાવાદના) ગુજરાત સમાચાર', ‘સંદેશ', “સેવક અને પ્રભાત વગેરેના કચ્છ ખાતેના એ જુગત વૃત્તાંતનિવેદક રહ્યા. એ સમય દરમિયાન પણ રિયાસતી અમલદારશાહીની જોહુકમી સામેની એમની અથડામણો ધમાસાણભરી રીતે ચાલુ જ રહી, જેને કારણે કચ્છના તે વખતના દીવાન મુખરજીએ ખુદે એમને મૂક્કા માર્યા. પછી પીઠમાં પૂછડું ભરાવી
૪૪