________________
જય જય જૈન પત્રકારત્વ જ વિચારોમાં રહેલા સત્યને પારખી લઈએ તો ભવિષ્યમાં આવનાર જોખમોને ટાળી શકીએ અને ઘણી વર્તમાન સમસ્યાઓનો ઉકેલ મેળવી શકીએ.
હિંદુસ્તાનને બચાવવું એ પંડિતજીના જીવનનું ધ્યેય હતું. નાદુરસ્ત તબિયતમાં પણ રાતોની રાતો ઊભા ઊભા લખ્યું છે. અનેક માનસિક પરિતાપો સહન કર્યા છે. પંડિતજીના વિચારોને જે આજે અમલમાં મૂકીએ તો પંડિતજીને મહાન શ્રદ્ધાંજલિ આપી ગણાશે ને સાથે સમગ્ર ભારતવર્ષનું કલ્યાણ તો થવાનું જ એમાં શંકાને કોઈ સ્થાન નથી.
ઉપસંહાર પંડિતજી અહિંસાના પરમ ઉપાસક હતા તો બીજી બાજુ સંસ્કૃતિભક્ષકો સામે યુદ્ધ કરતા લેખક યોદ્ધા હતા. ધર્મ અને સંસ્કૃતિ માટે સમગ્ર જીવન અપ દેનાર પંડિતજી જેવાં રત્નને પારખનાર ઝવેરી પાક્યા નહીં અથવા અલ્પ પ્રમાણમાં હતા. કેટલાક તેમના વિચારોને કાલ્પનિક તુક્કા કહેતા. આમ છતાં પંડિતજીએ પોતાને પાગલમાં ખપાવીને પણ પોતાની દષ્ટિમાં જે દેખાયું તે નિઃસ્વાર્થપણે રજૂ કર્યું. એ વાણી-વાત વર્ષો પછી જ્યારે અક્ષરશઃ સાચી પડી ત્યારે જાતને ડાહી માનનારી દુનિયાને જાત પાગલ ભાસે છે. જેને પાગલ માનવાની ભૂલ કરી એ દષ્ટા ડહાપણના દરિયા જેવો દેખાય છે. યુગોના યુગો પછી આવો દટા આ દુનિયામાં અવતરતો હોય છે. દુનિયા એને સમજવા કરતાં ભાંડવાની ભૂલ કરતી હોય છે. છતાં એ દટા પોતાનું કર્તવ્ય અદા કરવા કથન કે કલમના માધ્યમે વિચારબીજનું વાવેતર કરવામાં જ રચ્યોપચ્યો રહે છે. દુનિયા તેને આવકારે તો તેની છાતી ફૂલતી નથી કે દુનિયા તેને ધુત્કારે તો એ કર્તવ્યસ્મૃત ન થતાં વધુ અડીખમ બની કર્તવ્ય અદા કરે છે. એની આ કટિબદ્ધતા ક્યારેય એળે જતી નથી. સમય જતાં એ કર્તવ્યનિષ્ઠની નિષ્ઠા સફળ બની જ ઉઠે છે.
આપણે સૌ તેમની વિચારધારાને ઝીલી લઈ તેમના પુરુષાર્થને આગળ ધપાવીએ તો ભારતનું રામરાજ્ય હાથવેંતમાં જ છે.