________________
રાજકારણ જૈન પત્રકારત્વના સાંપ્રત સંયોગોમાં પંડિતજીના સિદ્ધાંતનિષ્ઠ વિચારોનું મૂલ્યાંકન
પંડિતજી શુદ્ધ સમ્યત્વી હતા. સાથે ભારતીય સંસ્કૃતિના પરમ ચાહક હતા. પોતાના સમયમાં ધર્મ અને સંસ્કૃતિ પર આવનાર ભવિષ્યનાં જોખમો વિશે તેમણે ઘણું લખેલું. આજે એ ભવિષ્ય વર્તમાન બન્યું છે ત્યારે પંડિતજીના વિચારો અક્ષરસ: સાચા ઠરે છે. આવા કેટલાંક ઉદાહરણો વિષે વિચારીએ તો દા.ત. ક્રિયા કે આચારને વધુ ભવ્ય બનાવવા આધુનિક ભૌતિક સાધનો, વિજ્ઞાન, યંત્રો વગેરેનો ઉપયોગ, એ ભવિષ્યમાં ક્રિયા કે આચારનાં મૂળ ઉખેડવામાં પરિણમે તેમ હોય છે. તેને મૂળ કક્ષાથી દૂર લઈ જનારા હોય છે. પંડિતજીના આ વિચારો આજે સત્ય પુરવાર થયા છે. જિનમંદિરમાં ગવૈયા માઈકમાં ગાતા થયા, મુનિમહારાજ લાઉડ સ્પીકરનો ઉપયોગ કરતા થયા. મોબાઈલ વાપરતા થયા, પ્રતિક્રમણોમાં પંખા-ટેઈપ પરથી થવા માંડ્યા. આમ જૈન ધર્મને ટકાવવાના પાયારૂપ પ્રતીકો પર આક્રમણ થવા માંડ્યાં.
સ્ત્રીઓ વિષે પંડિતજી બોલે છે કે, માનવ તરીકે સ્ત્રી અને પુરુષ ઉભયને શ્રેષ્ઠ માનવામાં આવે છે. ઉભયમાંથી કોઈને ઉતારી પાડવાની દષ્ટિ રાખવામાં આવી નથી. ઉભયના શરીર અને મનની કુદરતી રચનાની ભિન્નતાને ધ્યાનમાં રાખીને તેને તે પ્રકારની જીવનની ઘટતી જવાબદારીઓ અને જોખમદારીઓ ઉભયને સોંપવામાં આવી છે. સ્ત્રી પોતાના કાર્યક્ષેત્રમાં જવાબદારીપૂર્વક કાર્ય સંભાળે તો સંસાર સુંદર રીતે ચાલે એના બદલે સ્ત્રી પુરુષ સમાન છે એવી વાતો કરી સ્ત્રીઓની મર્યાદા તોડવામાં આવી છે. સંસ્કૃતિ આનાથી તૂટી જશે. પરદેશી સંસ્કૃતિ સ્વતંત્રતાના નામે સ્ત્રીનું અહિત કરી છે. સ્ત્રી સ્વાતંત્ર્યનો પવન ફૂંકાવાનો શરૂ થતાં પંડિતજીએ જોરદાર લેખો લખ્યા છે. વર્તમાન સમયમાં આપણે સ્વતંત્રતાના નામે સ્વછંદતા ભોગવતી સ્ત્રીઓને જોઈ સમજી શકીએ છીએ કે સ્ત્રીના વારસદારોમાં સ્ત્રીના ક્યાંય દર્શન થતાં નથી.
જ્ઞાનદ્રવ્યની રક્ષા - યાંત્રિક કતલખાનાં તરફ મૌન, જૈનો અને અન્ય ધર્મોની ફરજ આવા અનેક વિષયો પર લખાયેલ પંડિતજીનું ભાષણ સાંપ્રત સંયોગોમાં સત્ય કરે છે. જો પંડિતજીની દીર્ધદષ્ટિને સ્વીકારી હોત તો સાંપ્રત સંયોગોમાં થયેલા ઘણા અનર્થોને પાછા ઠેલી શકાયા હોત. આમ છતાંય, હજુ પણ પંડિતજીના
૪૨