SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન પત્રકારત્વ શ્રુતવંદના અડ શ્રુતપૂજા એ જિનપૂજા છે. જૈન ધર્મમાં શ્રુત સાહિત્યનું અમૂલ્ય મહત્ત્વ છે, એટલે જ દીપાવલી પછી નવા વર્ષના પ્રારંભે કાર્તિક સુદ-પાંચમ ને જ્ઞાનપંચમી તરીકે પૂજાય છે અને તે દિવસે પ્રત્યેક જૈન જ્ઞાનપૂજા કરે છે. આ સાહિત્ય, આ શ્રુત સાહિત્ય જ જૈન ધર્મની કહો કે પ્રત્યેક ધર્મની જીવાદોરી છે. આ શબ્દયાત્રા થકી જ સર્વે ધર્મો ગઈકાલથી આજ સુધી પહોંચી શક્યા છે. જ પરમ પૂજ્ય પંજાબ કેસરી મુનિ ભગવંત વિજય વલ્લભસૂરિશ્વરજી મ.સા. પ્રેરિત શ્રી મહાવીર જૈન વિદ્યાલય એની સ્થાપનાના એક સૈકા પાસે પહોંચી રહ્યું છે. વિદ્યા ક્ષેત્રે જૈન સમાજની આ ધ્વજવત્ ઘટના છે. આ સંસ્થામાં આવાસ કરી હજારો જૈન વિદ્યાર્થીઓએ પોતાના ઉજ્જવળ ભાવિના ઘડતરનો પાયો અહીં રહીને નાખ્યો હતો અને એ સર્વેએ પોતાની યશસ્વી જીવનઈમારતનું નિર્માણ કર્યું છે. શ્રી મહાવીર જૈન વિદ્યાલયે આ વિદ્યા-શિક્ષણ ઉપરાંત જ્ઞાન ક્ષેત્રે પણ નોંધનીય જ્ઞાનકર્મ કર્યું છે. જિનાગમ પ્રકાશન ટ્રસ્ટ દ્વારા લગભગ ૨૧ આગમોનું પ્રકાશન કર્યું. શ્રી મહાવીર જૈન વિદ્યાલય પ્રકાશન દ્વારા જૈન ધર્મ આધારિત અન્ય પ્રકાશનો પણ પ્રકાશિત કર્યાં છે. આ ઉપરાંત જૈન સાહિત્યના પ્રસાર, પ્રચાર અને સંવર્ધન માટે ૧૯૭૭થી આ જૈન સાહિત્ય સમારોહના આયોજનો કર્યાં. આ સમારોહની પરિકલ્પના જૈન ધર્મના ઊંડા અભ્યાસી ડૉ. રમણલાલ સી. શાહે કરી અને ૧૯૭૭થી ૨૦૦૩ સુધી, એકથી સત્તર સુધી આ સમારોહનું સફળ આયોજન કરી યુવા વર્ગને જૈન સાહિત્ય તરફ આકર્ષિત કર્યો. ૨૦૧૦માં આ સાહિત્ય સમારોહને રૂપ-માણેક ભંસાલી ટ્રસ્ટનું સૌજન્ય પ્રાપ્ત થયું અને ૨૦૧૦ના ૨૦મા જૈન સાહિત્ય સમારોહને એક નવી ઊંચાઈ અને વળાંક મળ્યાં. આ માટે યશના અધિકારી આ ટ્રસ્ટના સર્જક શ્રી વલ્લભભાઈ ભંસાલી અને એમના લઘુબંધુ મંગળભાઈ છે. પોતાના ઋષિતુલ્ય પિતાશ્રી પૂ. રૂપચંદજી પન્નાલાલજી ભંસાલી અને જ્યેષ્ટબંધુ શ્રી માણેક રુપચંદજી ભંસાલીને આ સૌજન્ય દ્વારા અમૂલ્ય શ્રદ્ધાંજલિ આ સંસ્કારી સરસ્વતીપૂજક લક્ષ્મીસંપન્ન પરિવારે અર્પી. ૨૦મો સમારોહ રતલામમાં, ૨૧મો પાવાપુરી - રાજસ્થાનમાં અને આ ૨૨મો મોહનખેડા - મ.પ્ર.માં યોજાઈ રહ્યો. છે. આ ત્રણે સમારોહના સૌજન્યદાતા આ ૪
SR No.023469
Book TitleJain Patrakaratva
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherVeer Tattva Prakashak Mandal
Publication Year2014
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy