________________
જ
ય જૈન પત્રકારત્વ પાપw પરિવાર છે અને ભવિષ્યમાં પણ આ સરસ્વતી – શ્રુતપૂજનના કાર્યને આ પરિવારનું સૌજન્ય પ્રાપ્ત થતું રહેશે એવી શ્રદ્ધા છે.
આ સમારોહ સમયે શ્રી વલ્લભભાઈ, શ્રી મંગળભાઈ અને એમના પૂરા પરિવાર તેમજ રતલામમાં શ્રી મુકેશ જૈન અને પાવાપુરીમાં શ્રી કાંતિલાલજી જૈને જે આતિથ્ય પીરસ્યું છે એનો આનંદ અને આભાર માનવા માટે અમારી પાસે શબ્દો નથી.
૨૦મા જૈન સાહિત્ય સમારોહનો વિષય હતો જૈન ગૌરવ ગ્રંથો. એમાં લગભગ ૭૫ અભ્યાસીઓએ પોતાનાં શોધનિબંધ પ્રસ્તુત કર્યા હતા. એ શોધનિબંધોનો ગ્રંથ તૈયાર થઈ રહ્યો છે.
૨૧મો જૈન સાહિત્ય સમારોહ જે માર્ચ-૨૦૧૨માં પાવાપુરી-રાજસ્થાનમાં યોજાયો હતો, એ સમારોહમાં વિષય હતો જૈન રાસા સાહિત્ય અને જૈને પત્રકારત્વ'. આ બન્ને વિષય માટે કુલ એકસો શોધનિબંધો પ્રાપ્ત થયા હતા.
આ બન્ને શોધનિબંધોના બન્ને ગ્રંથો ૨૦૧૪ના ૨૨મા જૈન સાહિત્ય સમારોહ, મોહખેડામાં પ્રકાશિત થઈ રહ્યા છે એ સમગ્ર જૈન સાહિત્ય માટે આનંદની ઘટના છે અને આ ગ્રંથોનું પ્રકાશન કરી શ્રી રુપ-માણેક ભંસાલી ટ્રસ્ટ અને ભંસાલી પરિવારે જે જ્ઞાનકર્મ ઉપાર્જન કર્યું છે એ માટે આપણે સૌ આ ભંસાલી પરિવારની ભૂરીભૂરી અભિવંદના કરીએ.
- સંપાદનનું કાર્ય ઘણો જ પરિશ્રમ અને વિવેક માગી લે છે. આ ખૂબ જ કપરું કામ છે. આ ગ્રંથના સંપાદક શ્રી ગુણવંતભાઈ બરવાળિયાને અભિનંદુ છું.
આ કાર્યમાં સાથ આપનાર મુદ્રક તેમજ અન્ય સર્વેને મારા પ્રણામ.
શ્રી મહાવીર જૈન વિદ્યાલયને તો મારા કોટિકાટિ પ્રણામ હોય જ, ઉપરાંત સર્વ માનદ્ કાર્યકરો અને અન્ય સર્વેએ મને હૃદય સાથે બાંધ્યો છે, કોના કોનાં નામ લઉં? - એ સર્વેનો આભાર માનવા શબ્દો ક્યાંથી લાવું?
પૂ. ડૉ. રમણભાઈના આશીર્વાદ જ મને તો ફળ્યા છે, એ પૂજ્યાત્માને વંદનાવંદન.
- ધનવંત શાહ સંયોજક - જૈન સાહિત્ય સમારોહ :
૨૩-૧-૨૦૧૪