________________
રાજા જૈન પત્રકારત્વની જ પછી ભ્રમણા ? સોનાનું પિંજર (૬) જીવન વિકાસ અને વિશ્વાવલોકન (૭) શ્રી જૈન શાસન સંસ્થા - એક મહત્ત્વનું અંગ (૮) પ્રજાના ભલા માટે વિનોબાજીને ખુલ્લો પત્ર (૯) મનનીય નિબંધસંગ્રહ (૧૦) ભારતના બંધારણમાં પવિત્રતા (૧૧) આપણું ગામ ગોકુળધામ (૧૨) શ્રી શંત્રુજય મહાતીર્થની આશાતના (૧૩) ચૂંટણી કરોળિયાનું જાળું (૧૪) આહાર મિમાંસા.
આ ઉપરાંત હિત-મિત-પર્યં-સત્યમ્ ભાગ ૧થી ૧૨, અંક, ભરૂચ સ્વાતિ વાત્સલ્ય કેસ, વીણેલાં મોતી, કથા કલાપ, સંસ્કૃતિ સોંણબા.
એક પત્રકાર તરીકેની પંડિતજીની વિશિષ્ટ યોગ્યતાઓ :
કોઈ વ્યક્તિની “જીવન ઝગ્નેટ” બાહ્ય જીવનની રૂપરેખા બતાવે છે પણ વિરલ વિભૂતિઓ કદીય બાહ્ય ઘટનાઓની વિગતથી પૂર્ણપણે પામી ન શકાય. આવા પુરુષો સવિશેષ અંતરઘટનાના હોય છે. એક સફળ શ્રેષ્ઠ પત્રકારત્વ તરીકેની કેટલીક નજર ચઢે તેવી ગુણવત્તા તેમનામાં હતી.
નીડરતા "પ્રભુના દાસ’ એવા પ્રભદાસને પ્રભુ સિવાય કોઈનોય ડર ન હતો. પોતાના આટલા ઊંડા અધ્યયન પછી સત્યની પ્રતીતિ થયાનો આત્મવિશ્વાસ તેમનામાં પ્રગટ થયો હતો. આથી જ્યારે કોઈ સંસ્થા કે સત્તા શાસ્ત્ર વિરુદ્ધ કાયદાઓ ઘડે ત્યારે પંડિતજી બિલકુલ નીડરપણે પોતાના લેખ દ્વારા તેનો વિરોધ કરે. ભિક્ષુક વેરો, બાળદીક્ષા વિરોધ જેવા અનેક ઠરાવોનો વિરોધ કરતા. પરિણામની પરવા કરતા ન કરતા. ભારતીય સંસ્કૃતિને હાનિ પહોંચે તેવાં તત્ત્વોને એકલે હાથે પડકારતા. વિદેશીઓની ચાલ વિશે ખુલ્લેઆમ લખતા હિન્દુસ્તાન આબાદ થશે - હિન્દુસ્તાનની પ્રજા બરબાદ થશે’ આ વિધાન અંગે ખાસ્સી ચર્ચા ચાલી, વિરોધો થયા. છતાં પંડિતજી નીડરતાથી સત્ય પક્ષને વળગી રહ્યા. ‘સહી લેવું પણ સાચું પ્રગટ કરવું એ તેમનો સિદ્ધાંત હતો. પોપ પોલ છઠા યુકેટીસ્ટીક ખ્રિસ્તી કોન્ફરન્સમાં ભાગ લેવા ભારત આવવાના હતા, ત્યારે તેમને અટકાવવા છ પાનાં ભરીને તાર મોકલ્યો હતો, જેમાં સંસ્કૃતિના નાશનો ખુલ્લો આરોપ હતો. તાર સેન્સર થયો તો નીડરતાથી તારનું લખાણ ચાલુ બેઠકે દરેક સંસદસભ્યોને અને ખુદ જવાહરલાલ નહેરુના હાથમાં પહોંચાડ્યું.
૩૯