________________
કાજ જૈન પત્રકારત્વ જ
જ થયો કે જેણે જગતની વર્તમાન સમસ્યાઓ પર ઘણું લખ્યું ને સાથે વર્તમાન સમસ્યાઓનો ઉકેલ આધ્યાત્મિક જગતમાંથી કેવી રીતે પ્રાપ્ત થાય તે પણ દર્શાવ્યું.
આમ બને વિષયો પર પોતાની કલમ ચલાવી બંને જગતની વચ્ચે સેતુ બનવાનું ભગીરથ કાર્ય કર્યું. ધર્મ પરની શ્રદ્ધા ને વર્તમાન જગતની ચિંતા બન્ને વિષયો પર પ્રભુત્વ ધરાવનાર પંડિતજીના લેખક અને પત્રકારત્વ તરીકેની પ્રતિભાને લીધે ઘણા આચાર્ય મહારાજસાહેબો તેમની પ્રશંસા કરતા, બહુમાન કરતા. શાસનના કોઈ પ્રસંગોમાં એકબીજા સમુદાયના આચાર્યો સાથે વિચાર-વિનિમય કરવો હોય તો પ્રભુદાસભાઈ સાંકળરૂપ હતા. વિ.સં. ૧૯૯૦ના મુનિ સંમેલનમાં અને બીજા ઘણા પ્રસંગોમાં પૂ આ. વિજયનેમિસૂરિશ્વરજી મહારાજે તેમનો ઉપયોગ કર્યો છે, સલાહ લીધી છે. પ.પૂ. આચાર્ય વલ્લભસૂરિશ્વરજીએ પંજાબ ગુરુકુલની સ્થાપના કરી ત્યારે ગુરુકુલ કેવી રીતે ચલાવવું તેની વ્યવસ્થા કરવા પંડિતજીને બોલાવ્યા હતા. તેઓ આ. વિજયનીતીસૂરિશ્વરજીના નિકટવર્તી હતા. પૂ. સાગરાનંદસૂરિશ્વરજી, પૂ. આ. રામચંદ્રસૂરિશ્વરજી સાથે પણ ઘણી નિકટતા હતી. આમ દરેક સમુદાયના આચાર્ય ભગવંતો સાથે વિચાર-વિનિમયમાં વિશ્વસનીય સ્થાન ધરાવતા પંડિતજીએ લખેલા બન્ને પ્રકારના પુસ્તકોનું લિસ્ટ આ પ્રમાણે છે :
આધ્યાત્મિક પુસ્તકો : (૧) તત્વાર્થધિગમ સૂત્ર (૨) દ્રવ્યસપ્તતિકા ગ્રંથ (૩) પંચ પ્રતિક્રમણ સૂત્ર સાર્થ (૪) કરેમિ ભંતે (૫) રત્નજ્યોત (૬) આરાધના-ચિંતામણિ (૭) પાકૃતિ પ્રવેશિકા (૮) ધર્મવિર શેઠશ્રી વેણીચંદભાઈ (૯) શ્રી-અ-ભક્ષ્યઅનંતકાય વિચાર (૧૦) શ્રી આનંદધન ચોવીશી (૧૧) પ્રશમરતિ પ્રકરણ (૧૨) કર્મગ્રંથ સાર: ભાગ૧-૨ (૧૩) શ્રી પંચપ્રતિક્રમણાદિ સૂત્રો સજ્જાય (૧૪) સમક્તિના સડસઠ બોલની સજ્જાય (૧૫) શ્રી સિદ્ધહેમચંદ્ર – શબ્દાનુશાસનમ્ (૧૬) સ્યાદવાદ અને સર્વજ્ઞતા (૧૭) અતિચાર આ ઉપરાંત બે પ્રતિક્રમણ સાર્થ : સામાયિક સૂત્ર સાર્થ, જીવ વિચાર સાથે.
સાપ્રત સમયના સંજોગોને ચર્ચતા પુસ્તકો : (૧) અહિંસાની હિંસા (૨) પબ્લિક ટ્રસ્ટ એક્ટ કે પછી ધર્મભક્ષક દૈત્ય ? (૩) આજની આપણી રક્ષક કર્તવ્ય દિશા (૪) મહાગુરકુળ વ્યાસ (૫) સત્ય કે
૩૮