________________
રાજપ ષ જૈન પત્રકારત્વ
જજ રાજનીતિ, સંસ્કૃતિ, સમાજજીવન અને વ્યવસ્થા, આર્થિક પ્રશ્નો, સ્ત્રી-પુરુષમાં સમાનતા, તત્ત્વજ્ઞાન વગેરે વિષયો પર પંડિતશ્રીએ (પ્રગટ –અપ્રગટ) હજારો લેખોમાં ઊંડાણથી સમજણ આપી છે જે તેમની વિદ્વત્તાનો પરિચય આપે છે. આ સંસ્કૃતિરક્ષક પુરુષનાં પુસ્તકો છેલ્લાં પાંચસો વર્ષથી આ ધરતી અને તેની સંસ્કૃતિ પર આવેલાં આક્રમણને ખાળવામાં માર્કદર્શક બની રહેશે. શાસ્ત્રોના ઊંડા અભ્યાસમાંથી સાત્વિક પ્રજાના કલ્યાણ માટે આપેલું આ સંસ્કૃતિરક્ષક પુરુષનું સાહિત્ય એક સ્વચ્છસચોટ અને સન્માર્ગે દોરનારું બનશે. પંડિતજી લેખિત-સંપાદિત, સંકલિત, યોજિત સાહિત્યને બે વિભાગમાં વહેંચી શકાય. (૧) અધ્યાત્મિક સાહિત્ય, (૨) સાંપ્રત સમસ્યાઓ – સંજોગોની ચર્ચા કરતું સાહિત્ય.
આધ્યાત્મિક સાહિત્ય : આધ્યાત્મિક રસ એ પંડિતજીના સાહિત્યનો મુખ્ય વિષય હતો. અનેક શાસ્ત્રોનું દોહન કરી પાપોનું પક્ષાલન અને કર્મોની નિર્જરા કેવી રીતે થાય એ સત્યને તેમણે તેમનાં પુસ્તકોમાં સરળ છતાંય રસભરી શૈલીમાં મુક્યું છે. સૂત્રોના અર્થ અને વિવેચન દ્વારા શાસ્ત્રોક્ત ગૂઢ રહસ્યો બહાર કાઢ્યાં છે. મોક્ષપદની પ્રાપ્તિ માટે ક્રિયાનું મહત્ત્વ બતાવતી અનેક વાતોને સરળ શૈલીમાં રજૂ કરી છે. આ વિરલ વિભૂતિએ અગણિત આધ્યાત્મિક વિષયો પર પોતાની આશ્ચર્યજનક પ્રજ્ઞાથી મિમાંસા કરી છે. પોતે સંસ્કૃત-પ્રાકૃતના વિદ્વાન હતા. અધ્યાત્મક રસનું સ્વયં પાન કરી દરેક જીવોના કલ્યાણાર્થે એ રસને પોતાના આધ્યાત્મિક પુસ્તકો દ્વારા પીરસ્યો છે. જનતત્વ પ્રત્યે શ્રદ્ધા-વિશિષ્ટ ક્ષયોપશમ, જ્ઞાનસાધના, ઊંડું ચિંતન, અનેક શાસ્ત્રોનું દોહન આ બધાને કારણે પંડિતજીના આધ્યાત્મિક પુસ્તકો વિશિષ્ટ કોટીનાં બન્યાં છે.
સાંપ્રત સંયોગો અને સમસ્યાની ચર્ચા કરતું સાહિત્ય
સામાન્ય રીતે આધ્યાત્મિક વિષયો પર લખનાર આધ્યાત્મિક જગત સાથે જ સંલગ્ન હોય છે. એ લેખકો અધ્યાત્મની બહારના કોઈ વિષયનો સ્પર્શ સુદ્ધાં કરતા નથી, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે પ્રભુદાસભાઈ એક એવા લેખક હતા કે જેમણે પોતાની લેખીની દ્વારા આધ્યાત્મિક જગતનું વાસ્તવિક જગત સાથે જોડાણ કર્યું, તેમની એક દષ્ટિ તત્વજ્ઞાનનાં રહસ્યો પર હતી તો બીજી દષ્ટિ વર્તમાન જગતની સમસ્યાઓ, ગૂંચો, વિપત્તિઓ પર હતી. આખી સદીમાં કદાચ આ એક જ લેખક
૩૭