________________
જ જૈન પત્રકારત્વ જ જ જજ જઇજા ઉમરે જીવનલીલા સંકેલી લીધી. એ ઘડીએ આખા ગુજરાતમાં લાઈટ ગઈ. મોહનલાલ ધામી બોલ્યા, “આખા ગુજરાતનો પ્રકાશ ગયો ને અંધારું થયું.”
પંડિતજીનું - લેખક - પત્રકાર તરીકેનું કાર્ય બહુમુખી પ્રતિભા ધરાવનાર પંડિતજીમાં એક લેખક, એક પત્રકાર તરીકે તેમની પ્રતિભા અને કાર્યપ્રતિભા સોળે કળાએ ખીલી હતી. લેખન તેમનો શ્વાસોચ્છવાસ હતો. કલમ તેમની જીવનસંગિની હતી.
લેખક, પત્રકાર તરીકે કલકત્તા પંડિતજીની અત્યંત મહત્ત્વપૂર્ણ કર્મભૂમિ બની. શિખરજીની યાત્રા કરીને પાછા આવતાં કલકત્તા રોકાયા. ત્યાંના આગેવાનો પંડિતજીના રાગી થયા. શેઠ છોટમલજી સુરાણી અને કનૈયાલાલ વૈદની હાર્દિક ઈચ્છાને માન આપી જૈન શાસનદિન માટેના જીવનલક્ષ્યોની સાધનામાં વિશેષ વેગ મળવાના આશયથી કલકત્તામાં રહેવાનું થયું. પંડિતજીના દરેક કાર્યમાં અહીંના સાધર્મિકોએ સંપૂર્ણ સહકાર આપ્યો. છેક ગુજરાતમાં ઉઠતા ધર્મવિરોધી તત્ત્વો, અધાર્મિક ચળવળો, દરેકને પંડિતજી પોતાની કલમ દ્વારા કલકત્તાથી પડકાર આપતા. મુંબઈ પબ્લિક ટ્રસ્ટ બિલ કાયદો થતાં વેજલપુરના ગાંધી રતિલાલ પાનાચંદે તેની સામે મુંબઈ હાઈ કોર્ટમાં રીટ કેસ કર્યો. તેની અપીલ દિલ્હી સુપ્રીમ કોર્ટમાં થઈ. આ કાર્યમાં પંડિતજીએ એક વર્ષ સુધી સતત સહકાર આપ્યો.
તિથિ વિશેના સમાધાનમાં પણ યોગ્ય પ્રયાસો કર્યા. ભિક્ષુક વેરાની સામે પ્રતિકાર રૂપે ૩૭૫ લીટીનો તાર કરીને રોકવાનો પ્રયત્ન કર્યો. બાળદીક્ષા પર મૂકાયેલા પ્રતિબંધનો પ્રતિકાર કરવા ગુજરાત-મુંબઈના આગેવાનોને પ્રોત્સાહિત કર્યા. શાસનને ભયંકર નુકસાન કરનાર કાયદાઓને કલકત્તામાં રહેતા, લેખો અને પત્રિકાઓ દ્વારા પડકાર ફેંકતા.
વિનોબાને ખુલ્લો પત્ર લખાયો, વહેંચાયો.
શ્રી મફતલાલ સંઘવી સાથે હિત-મિત-પથ્ય-સત્યમ્ શરૂ કર્યું. આ માસિક છેલ્લા અઢાર વર્ષમાં પોતાની એક આગવી છાપ ઊભી કરી છે. કલકત્તામાં પંડિતજીને મળવા બંગાળી સાહિત્યકારો આવતા. વિદેશી સાહિત્યરસિકો સાથે પણ મુલાકાત થતી. પંડિતજીએ વ્યાપાર, કૃષિ, અર્થતંત્ર, આરોગ્ય, યોગ, ઇતિહાસ, અધ્યાત્મ,
૩૬
* સાચા.