________________
Nષા જૈન પત્રકારત્વ અપાયજાજ જૈન પત્રકારતવમાં પંડિતવર્ચ પ્રભુદાસ પારેખનું યોગદાન
- ડૉ. છાયા શાહ અમદાવાદસ્થિત છાયાબહેન પ્રવીણભાઈ શાહે પ્રભુદાસ પારેખ પંડિતવર્ય પ્રભુદાસ પારેખના જીવનકાર્ય અને સાહિત્ય પર Ph.D. કર્યું છે. તેઓ અનેક જૈન સાહિત્ય, જ્ઞાનસત્રો, સાહિત્ય સંમેલનોમાં ભાગ લે છે. ઉપરાંત જૈન શિક્ષણ તેમના રસનો વિષય છે.
સંક્ષિપ્ત જીવન “ખીલવું અને ખરવું એ જીવન નથી, ડાળી પર ઝૂલવું એ જીવન છે.
પંડિતવર્ય શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખ ખરા અર્થમાં જીવન જીવી ગયા. જીવનના દરેક તબક્કે તેઓ એક વિશિષ્ટ વ્યક્તિ બનીને નોંધપાત્ર બન્યા. બાળક પ્રભુદાસ અત્યંત સમજુ, વિનયી, લાલચરહિત અને માતાના લાડકવાયા હતા. આઠ વર્ષની ઉમરે માતાની છત્રછાયા ખોઈ બેઠા. કષ્ટમય બાળપણ હસતે મોઢે વીતાવી યુવાન વયે પ્રવેશ્યા. વિદ્યાર્થી તરીકે અત્યંત તેજસ્વી, જ્ઞાનપીપાસુ હોવાથી સ્કૂલનો સામાન્ય અભ્યાસ પૂર્ણ કરી મહેસાણા સંસ્કૃત પાઠશાળામાં કર્મપ્રકૃતિ, પંચસંગ્રહ સ્યાદવાદની વ્યાપકતા, સર્વદર્શન સંગ્રહતા, સંસ્કૃત પાકૃત બુકો વગેરેમાં ઉત્તીણ થયા. તેમની આ ઉત્તીર્ણતા જોઈ વખતસિંહ દરબારજીએ કહ્યું, “કોલેજનું ભણ્યો હોત તો સારો બેરિસ્ટર થાત.” ત્યારે તેમણે જવાબ આપ્યો કે, “પણ સત્યથી વેગળા થવાનું થાત ને ?” અભ્યાસ પૂર્ણ કર્યા પછીની પદવી સ્વીકારી. તેમના હાથ નીચે ભણેલા પંડિત રતિભાઈએ મને જણાવ્યું કે, તેઓ અત્યંત શિસ્તબદ્ધ, કર્તવ્યનિષ્ઠ શિક્ષક હતા, પિતામહ શિક્ષક હતા. કુટુંબીજનો પ્રત્યે અત્યંત પ્રેમાળ હતા. સૌથી ઉજળું પાસું એ હતું કે તેમની સચોટ શ્રદ્ધા. ઘણા આચાર્ય ભગવંતો તેમના માટે કહેતા કે, છેલ્લાં ૧૦૦ વર્ષમાં પ્રભુદાસ જેવો શુદ્ધ સમ્યક્તિ શ્રાવક થયો નથી જિનશાસનની થતી અવદશા જોઈ તેમને હજારો વીંછી ડંખતા હોય તેવી વેદના થતી. પોતાનાથી થાય તે બધા જ પ્રયત્નો કરી છૂટ્યા ને અંતે ૮૬ વર્ષની
૩૫