________________
પ્રયોગને અંતે આ જ વાત કહેશે. ધર્મ કહેશે કે કદી જૂઠું બોલશો નહીં. મનોવિજ્ઞાન કહેશે કે જો જૂઠું બોલશો તો અનેક માનસિક ગ્રંથિઓનો ભોગ બનશો.
આપણે આપણા સિદ્ધાંતોને સંકુચિતતાના સીમાડામાં બાંધી દીધા છે અને તેથી વિશ્વવ્યાપી મહત્ત્વ ધરાવતી ઘટનાઓ ઉવેખાય છે. કોઈ જ્ઞાતિનું છાપું હશે તો માત્ર જ્ઞાતિમાં જ એની આખી દુનિયા સમાઈ જશે. સંપ્રદાયનું છાપું હશે તો એ પોતાના સીમાડા ઓળંગી બીજા સંપ્રદાયની કલ્યાણકારી ઘટનાનો ઉલ્લેખ પણ નહીં કરે, જે અંગ્રેજ સત્તાને મહાત્મા ગાંધીજીએ દેશમાંથી હાંકી કાઢી એ જ અંગ્રેજ પ્રજાના એક માનવી લૉ એટનબરોએ જગતને “ગાંધી” ફિલ્મની ભેટ આપી. ઈઝરાયેલમાં વર્લ્ડ વેજિટેરિયન કોંગ્રેસ”નું આયોજન થયું. આ જ ઈઝરાયલમાં ગેલીલી નામની ટેકરીના ઢોળાવ પર આમિરીન નામનું શહેર વસાવવામાં આવ્યું. આ શહેરમાં માત્ર શાકાહારીઓને જ પ્રવેશ મળે છે. અમેરિકાના શિકાગો રાજ્યના એક ગામડામાં શાકાહારી જ વસી શકે છે. લંડનના હાઈડ પાર્કમાં પ્રતિવર્ષ વેજિટેરિયન રેલી યોજાય છે અને એમાં સહુ શાકાહારના શપથ પણ લેતા હોય છે.
આવી જગતવ્યાપી ઘટનાઓનું જૈન પત્રકારત્વમાં આલેખન થવું જોઈએ. Man is a dreaming animial. આપણે પણ એક એવું સ્વપ્ન સેવીએ કે આવતીકાલના પત્રકારત્વમાં જૈનદષ્ટિનો વિનિયોગ થાય. એને પરિણામે જગતને દિશા અને દર્શન મળે અને વિશ્વધર્મના ધારક એવા આપણે જગતકલ્યાણમાં યત્કિંચિત ફાળો આપી શકીએ.