________________
ન જૈન પત્રકારત્વની જાય મૂલ્ય માત્ર મંડળની માહિતીમાં જ સમાપ્ત થઈ જાય છે. આથી ક્યારેક એવું સમીકરણ જોવા મળે કે ધર્મવિષયક પત્ર એટલે શુષ્ક વાતો કરતું અખબાર. એને નીચોવો તોપણ એમાંથી કંઈ ન મળે. એને તો માત્ર રેપર ખોલીને બાજુએ જ મૂકવાનું હોય.
આવી સ્થિતિ ઘણી વેદનાજનક કહેવાય. અખબાર એટલે અખબાર ! એમાં માહિતી, વિશ્લેષણ અને રસપ્રદતા હોવા જરૂરી છે. એમાં વ્યવસાય કરતી જૈન મહિલાની સમસ્યાની ચર્ચા પણ આવવી જોઈએ. આ અંગે “રીડર્સ ડાયજેસ્ટ” તરફ આપણે નજર કરીએ. અનેક ભાષામાં પ્રગટ થતું “રીડર્સ ડાયજેસ્ટ” વિશ્વમાં બહોળો વાચકવર્ગ ધરાવે છે. એમાં ચરિત્ર, વાર્તા, ટૂચકા, ઉક્તિઓ, કૃતિના સંક્ષેપો – બધું જ આવે. પરંતુ આ સામયિક તમે દસેક વર્ષ વાચશો તો તમારું માનસ પ્રચ્છન્નપણે અમુક પ્રકારનું થઈ જાય છે. એનું સંપાદનકાર્ય એવી રીતે કરવામાં આવે છે કે જેથી ખ્રિસ્તી ધર્મનાં મૂલ્યોનું પ્રતિપાદન થાય. બાહ્યદષ્ટિએ રસપ્રદ કથા અને વાર્તા હોય, પણ એની પાછળ ખ્રિસ્તી ધર્મના પ્રતિપાદનનો દોર સતત વહેતો હોય. પત્રકારની ખૂબી જ એ છે કે એ તમને જાણ પણ ન થાય એ રીતે તમારું માનસ પલટી નાખે. ( પત્રકારના લોહીમાં ધર્મ ફરતો હોય તો જ એનામાં આવી જીવંત ધર્મદષ્ટિ જાગે. આજના જૈન સામયિકોમાં આવો અનુભવ થાય છે ખરો ? જો થાય તો એ પત્ર અને પત્રકાર સફળ બની શકે.
આપણાં પત્રોમાં અહોભાવયુક્ત લખાણોની ભરમાર જોવા મળે છે. વિજ્ઞાનની કોઈ નવી શોધ થાય એટલે તરત જ આ પત્રો લખશે કે અમારે ત્યાં તો વર્ષો પહેલાં આ શોધ થઈ ચૂકી છે. અમારા ધર્મગ્રંથોમાં એનું બયાન પણ મળે છે! મજાકમાં એમ પણ કહી શકાય કે સેકન્ડ ક્લાસના ડબ્બાનાં બારણાની પહોળાઈ કેટલી હોવી જોઈએ તે વિશે પણ વેદમાં લખેલું છે. આવા અંધ અહોભાવમાંથી મુક્ત થવું જોઈએ. એને બદલે વિજ્ઞાન અને ધર્મનું સામંજસ્ય સાધવું જોઈએ. કારણ કે ઉત્તમ ધર્મ અને વિજ્ઞાન એક જ દિશામાં ચાલે છે; એમની વચ્ચે કોઈ વિસંવાદ નથી. ધર્મ કહેશે કે અળગણ પાણી ન પીવાય. રત્રિભોજનનો ત્યાગ કરો. ઉકાળેલું પાણી પીઓ. વિજ્ઞાન પણ વિશ્લેષણ અને
૩૩