________________
પ્રીત જૈન પત્રકારત્વ
I am." આ જ વિચારને લક્ષમાં રાખીને જૈન ધર્મે આલેખેલી અપરિગ્રહની ભાવનાની મહત્તા બતાવી શકીએ.
આર્યોની સંસ્કૃતિમાં ગાયને પવિત્ર ગણીને એને માતા કહેવામાં આવી હતી. આજે આધુનિક અર્થમાં ગાય માનવજાતની માતા છે તે આપણે દર્શાવી શકીએ. ગાય છાણ આપે જેમાંથી ખાતર થાય અને બળતણ પણ મળે. ગાય દૂધ આપે જેનાથી માનવજાતનું પોષણ થાય. વળી એનો બળદ ખેતીકામમાં અને ગાડામાં વપરાય. આ રીતે મનુષ્યજાતિ પર ગાયે અનેકધા ઉપકાર કર્યા છે. માનવજાતને ગાયથી જે લાભ થાય છે, તેના વિકલ્પો આજે પણ ખર્ચાળ અને પરવડે નહીં તેવા છે. આમ ધર્મપૂત દૃષ્ટિ ધરાવતા પત્રકારે આ વાત પ્રગટ કરવી જોઈએ. પ્રત્યેક વિષયનો સંદર્ભ ધર્મ સાથે સાંકળવામાં આવે તો એ સામયિક બીજા પત્રો જેટલું રસપ્રદ અને અદ્યતન બની શકે. ગુજરાતમાં એની જીવાદોરી સમી નર્મદા યોજનાની ઠેરઠેર ચર્ચા ચાલે છે. આ સમયે જૈન પત્રકાર એ તરફ પણ દૃષ્ટિ દોડાવશે કે આમાં પશુ-પક્ષી ડૂબી જાય નહીં તે માટે એનું કઈ રીતે સ્થળાંતર થઈ શકે ? આવું જૈનદષ્ટિનું અર્થઘટન વાંચવાની જૈનેતરને પણ જિજ્ઞાસા રહેશે.
આજના પત્રકારત્વમાં બે તરાહ સ્પષ્ટપણે જોવા મળે છે. એક પ્રકાર એવો છે કે આજે સમાજમાં જે કંઈ ચાલી રહ્યું છે તે ચીલાચાલુ બાબતોને વફાદાર હોય છે. તેઓ પરંપરા કે રૂઢિની દષ્ટિથી પણ ક્યારેક પ્રશ્નને જોતા હોય છે. આવા પત્રકારોને આપણે “કન્ફર્મિસ્ટ” (Confirmist) કહીશું. જ્યારે પત્રકારત્વનો બીજો પ્રકાર હૈ મૌલિક અર્થઘટનનો છે. આવાં અર્થઘટન ચર્ચા કે વિવાદ જગાડે છે, પરંતુ આવા વિવાદથી ડરવાની જરૂર નથી. હકીકતમાં તો વિવાદ થાય તે જ આ અર્થઘટનનો હેતુ હોય છે. આને પરિણામે સમાજની વિચારધારા જીવંત અને સક્રિય રહે છે.
ભવિષ્યમાં જૈન પત્રકારત્વે તટસ્થ પ્રશ્નોને પણ પોતાની વિચારએરણ પર ચડાવવા પડશે. બિહારના જમીનમાલિકોએ ભૂમિસેના રચીને હરિજનોની નિર્દય હત્યા કરી. આ સમાચારો અને એમાં થતાં નિર્દયી શોષણને પણ પત્રમાં સ્થાન મળવું જોઈએ. જ્યારે આજના આપણા મોટાભાગનાં પત્રો માત્ર સમાચાર અને તે પણ પોતાની આસપાસનાં મંડળના સમાચારપત્રો બનીને અટકી ગયાં છે. એનું
૩૨