________________
જૈન પત્રકારત્વ
કે
ઘણીવાર પત્રકારના સ્વતંત્ર અવાજને હિંસાત્મક કે આક્રમક હુમલાઓ દ્વારા ખર્ચાળ અદાલતી કાર્યવાહી મારફતે ગૂંગળાવવાની કોશિશ થાય છે.
?
ક્યારેક જૈન પત્રો ‘“ઍરટાઈટ કમ્પાર્ટમેન્ટ” જેવાં લાગે છે. ક્યાંક માત્ર સમાચાર હોય છે, તો ક્યાંક ફક્ત અહોભાવયુક્ત લખાણો હોય છે. આને બદલે પૃથક્કરણાત્મક અભિગમ અપનાવવાની જરૂર છે. ક્યારેક વૈજ્ઞાનિક દષ્ટિકોણનો અભાવ લાગે છે અને એથીય વિશેષ મૌલિક અર્થઘટનની અછત દેખાય છે. જેમ કે ભૂગર્ભમાં ધડાકાઓ થતા રહે છે. અખબારમાં વાંચીએ છીએ કે ભૂગર્ભમાં ચારસોમો ઍટમબૉમ્બ ફોડવામાં આવ્યો. આ સમયે એવો સવાલ જાળવો જોઈએ કે ભૂગર્ભમાં આટલા બધાં અણુવિસ્ફોટ કરવાની જરૂર શી ? એકનો એક પ્રયોગ વારંવાર શા માટે ? હકીકત એવી છે કે અણુબૉમ્બની જુદી જુદી શક્તિઓ માપવા માટે આ પ્રયોગો થતા હોય છે. એક બૉમ્બ એવો હોય કે જેની ૬૫ ટકા શક્તિ ધડાકા (Blast)માં જતી રહે, ૨૦ ટકા જેટલી શક્તિ વપરાય. હવે બીજો બૉમ્બ એવો હોય કે ધડાકામાં માત્ર ૨૦ ટકા જેટલી શક્તિ વપરાય અને રેડિયો એક્ટિવ કિરણોમાં ૮૦ ટકા હોય. આમ એક બૉમ્બમાં માણસ મરે તેવો આશય રખાય છે અને બીજા બૉમ્બમાં માણસ ઓછો મરે, પણ મિલકતનો પૂરો નાશ થાય એવો ઈરાદો હોય છે. આજના જગતને સંહારમાં જ નહીં પરંતુ જુદા જુદા પ્રકારના સંહારમાં રસ છે. પત્રકાર આધુનિક સંદર્ભમાં વિચારીને અહિંસાના સિદ્ધાંત દ્વારા સંહાર અટકાવવાનો આગ્રહ રાખશે. આમાં જૈન ધર્મની અહિંસાની વિભાવના દ્વારા વાત રજૂ થવી જોઈએ.
આજના જૈન પત્રકારત્વમાં વર્તમાન પ્રવાહોને ધર્મસંસ્કારની દષ્ટિથી મૂલવવાનો અભિગમ હોવો જરૂરી છે. આને હું “એપ્લોઈડ રિલિજિયન” (Applied religion) કહીશ. આ એક એવી ફૂટપટ્ટી છે કે જેનાથી તમે કપડું માપી શકશો અને કાગળ પણ માપી શકશો. માત્ર સવાલ એ ફૂટપટ્ટીના ઉપયોગનો છે. એને યોગ્ય સંદર્ભમાં રજૂ કરવાની દૃષ્ટિનો છે. આપણા દર્શન અને ગ્રંથોમાં બધી જ બાબતોનો સમાવેશ થયેલો છે, પરંતુ એને વર્તમાન સંજોગોમાં સમજવાની ચાવી તમારી પાસે હોવી જોઈએ. આજે પશ્ચિમના વિચારકોએ માનવજીવનને સુખી કરવા માટે એક સૂત્ર આપ્યું - "The les I have, the more
૩૧