________________
પાનકારાના કારખાન જૈન પત્રકારત્વ જ નજીકના
આજથી ૫૦ વર્ષ પહેલાં સંતતી નિયમન' શબ્દનો ઉચ્ચાર થતાં જ આર્ય સંસ્કૃતિ પર આવી રહેલી ભયંકરતાનો ખ્યાલ આપવો એટલે અર્ધપાગલમાં ખપવું. છતાં એવા વિશેષણોની ઉપેક્ષા કરી, બેધડકપણે પોતાની વિચારધારા રજૂ કરતા રહ્યા. જરૂર લાગે તો મુનિ-ભગવંતોની ભૂલો પ્રત્યે તેમનું ધ્યાન દોરતા અને ગમે તેવા પ્રસિદ્ધ, વિદ્વાન કે ધનવાન શ્રેષ્ઠી, ધર્મ વિરુદ્ધ કે સંસ્કૃતિ વિરુદ્ધ કાર્ય કરે કે વિચાર વ્યક્ત કરે તો પંડિતજી તેનો વિરોધ કરી સન્માર્ગે પ્રસ્થાપિત કરવા પ્રયત્ન કરતા.
ભગવાન મહાવીરની ૨૫૦૦મી ઉજવણીનો પ્રથમ વિરોધ કરનાર પંડિતજી હતા. તેમણે ઇન્દિરાજી પર પ્રથમ તાર કર્યો હતો. એમાં લખેલું કે પરમાત્મા મહાવીરના આ નિર્વાણ કલ્યાણકની ઉજવણી શ્રી સંઘ કરશે. સરકારની દખલગીરી ભાવિમાં નુકસાનકારક થશે એમ અમને લાગે છે.
(૨) ખમીરવંત પત્રકાર - લેખક સરસ્વતીના પરમ આરાધક - પનોતા પુત્રએ લક્ષ્મદિવીની સતત ઉપેક્ષા કરી હતી. લક્ષ્મદિવી પંડિતજીથી દૂર ન રહેતાં. છતાંય પંડિતજીનું એવું ખમીર હતું કે સતત દારિદ્રની વચ્ચે ક્યારેય દીનતા નથી અનુભવી. માતાએ બાળપણમાં ચીંધેલા એક સંસ્કાર કે (ક્યારેય કોઈની પાસે માગવું નહીં) પંડિતજીના આ ગુણને સમૃદ્ધ કર્યો. પોતે કેટલાક શ્રેષ્ઠીઓના ગાઢ સંપર્કમાં હોવા છતાંય પંડિતજીએ ક્યારેય કોઈ યાચના નથી કરી. આર્થિક આંધી તેમને ક્યારેય અસ્વસ્થ કરી શકી નથી. ક્યારેય દીનતાથી રહ્યા નથી. ખમીર અને કુશળતાથી આવ્યા છે. મહેસાણા પાઠશાળામાં ૧૪-૧૫ રૂપિયા જેવું નામનું જ વેતન લઈ વર્ષો સુધી સેવા આપી. કાંઈ લખતા તે પણ કોઈ અપેક્ષા સાથે નહીં. બસ, લખું તો કોઈ વાંચશે, ન લખું તો માનવજાત પ્રત્યે મારી બેદરકારી ગણાય. આમ હજારો લેખો કોઈપણ જાતની આર્થિકોપાજનની અપેક્ષા વગર લખ્યા. કલકત્તામાં રૂપિયાની થેલી અર્પણ કરવામાં આવી તે તેમણે પાછી આપી દીધી. સરસ્વતીના આ ઉપાસકે વિદ્યાનું દાન જ કર્યું છે, વિદ્યાને ક્યારેય વેચી નથી. એમના સામાન્ય દેખાવને અસામાન્ય વ્યક્તિત્વ બનાવવા એમની આ એક જ વિશિષ્ટતા પૂરતી હતી.
૪૦