________________
wwwજૈન પત્રકારત્વ અજાજ બિનસામ્યવાદી દેશો વચ્ચે માત્ર એક જ વ્યવહાર હતો અને તે પરસ્પર પ્રત્યે ધૃણા, ઉપેક્ષા અને નફરતનો. આજે ગોર્બોચો અને એ પછીના રશિયાના રાજકારણીઓએ વૈચારિક મોકળાશનું વાતાવરણ સર્યું અને પરિણામે વિશ્વ એનું એ રહ્યું, પણ વિશ્વની ભાવનાઓનો નકશો બદલાવા માંડ્યો. વૈચારિક મોકળાશને આપણે અનેકાના દષ્ટિથી જરૂર નીરખી શકીએ. મહાત્મા ગાંધીજીને દક્ષિણ આફ્રિકામાં જૈન ધર્મના અનેકાંતવાદના સિદ્ધાંતોનો પરિચય થયો. તેમણે સ્વીકાર્યું કે આને કારણે તેઓ શીખને શીખની દષ્ટિએ અને મુસલમાનને મુસલમાનની દષ્ટિએ જોતાં શીખ્યા. હિંસાની ટોચ પર પહોંચ્યા પછી હવે અહિંસાનો અવાજ સંભળાય છે, ત્યારે એ અહિંસાને છેક ભગવાન મહાવીરે પ્રવર્તાવેલી સૂક્ષ્મ અહિંસા સુધી લઈ જવાનું કાર્ય જૈને પત્રકારનું છે.
વિશ્વના પ્રત્યેક પ્રશ્નોને ધર્મસંસ્કારની દષ્ટિએ મૂલવી શકાય. આજે સંતતિનિયમન અને ગર્ભનિવારણ અંગેના વિવાદો પરાકાષ્ટાએ પહોંચ્યા છે. આ પ્રશ્નોના મૂળમાં ધર્મસંસ્કાર રહેલા છે. અમેરિકાની સરકાર કહે છે કે અમે વસ્તીવધારો ઓછો કરવાના કાર્યક્રમમાં માગો તેટલી આર્થિક મદદ આપીશું અને જરૂર પડે એનું અભિયાન ચલાવીશું. આની સાથોસાથ આ જ સરકાર એમ કહે છે કે ગર્ભનિવારણની બાબતમાં અમે એક રાતી પાઈ નહિ આપીએ. આ જ રીતે ધર્મદષ્ટિપૂત પત્રકાર પ્રત્યેક સામાજિક અને આર્થિક પ્રશ્નોની આગવી ભૂમિકા સાથે છણાવટ કરી શકશે. જૈન ધર્મ પર્યાવરણ સાથે પ્રગાઢ નાતો ધરાવે છે, તેથી પર્યાવરણલક્ષી દષ્ટિથી એણે ઔદ્યોગિક પરિવર્તનોની સમીક્ષા કરવી જોઈએ. આર્થિક બાબતો અને ભૌતિકતાની દોડ વચ્ચે એણે અપરિગ્રહની જીવનશૈલીની જિકર કરવાની રહેશે. ધર્મસંસ્કારની આ દષ્ટિ વર્તમાન આર્થિક પ્રશ્નોને પણ વ્યાપી વળશે. મોટા ઉદ્યોગો, સરકારી ખાતાઓ કે બેન્કોમાં જ નહીં, પણ હવે તીર્થક્ષેત્રની પેઢીઓના વહીવટમાં પણ ટ્રેડ યુનિયનનો પ્રશ્ન સતાવતો હોય છે. આવે સમયે જૈન પત્રકાર શું કરશે ? એ કર્મચારીઓની વાજબી વળતર મેળવવાની વાતને જરૂર ટેકો આપશે, પરંતુ એની સાથોસાથ એ કહેશે કે પગારની કાંટોકાંટ તમારે કામ કરવું પડશે. વ્યક્તિગત જીવનમાં ધર્મ મૂલ્યપ્રસ્થાપનનું કાર્ય કરે છે. ધનસંપત્તિ પ્રત્યે જૈન ધર્મનો આગવો દષ્ટિકોણ છે. એ સંપત્તિમાં