________________
જાપાન જૈન પત્રકારત્વ રાજા રાજ,
આમ જૈન પત્રકાર એ પત્રકાર તો હશે જ, પરંતુ ખીચડીમાં જેટલું મીઠાનું મહત્ત્વ હોય છે તેટલું મહત્ત્વ તેની જૈનદષ્ટિનું હશે. એ જૈનત્વના સંસ્કારો, જૈન ધર્મની પરંપરાઓ અને જૈનદર્શનની મહત્તાના પરિપ્રેક્ષ્યમાં ઘટનાઓને મૂલવતો રહેશે. એક નારીના ગર્ભમાં રહેલા બાળકનું હૃદય ગંભીર ખામીઓ ધરાવતું હતું. આધુનિક વિજ્ઞાન નારીગર્ભમાં રહેલા એ બાળકના હૃદય પર ઓપરેશન કરીને એક અદ્ભુત સિદ્ધિ મેળવી. જો ગર્ભસ્થ શિશુ પર શસ્ત્રક્રિયા કરવામાં આવી ન હોત તો વૈજ્ઞાનિકોનું કહેવું હતું કે આ બાળક જિંદગીભર બીમારીઓમાં પટકાયેલો રહેત અને રુણ જીવન ગાળીને અકાળે મૃત્યુ પામત. વિજ્ઞાનની આવી અનેક સિદ્ધિઓની જાણકારી જૈન પત્રકાર જરૂર રાખશે. કપ્યુટર, રોબોટ કે ટેકનોલોજીની થતી પ્રગતિનો અંદાજ પણ એની પાસે હશે. આમ છતાં એ આ વિજ્ઞાનને પ્રશ્ન કરશે કે તમે એક બાજુથી હૃદયનું પ્રત્યારોપણ કરો છો તો બીજી બાજુથી નિર્દયતાથી માનવીનો સંહાર કરે તેવાં શસ્ત્રોનો ખડકલો શા માટે કરો છો ? માનવીના જીર્ણ અંગોને બદલે નવા અંગો નાખીને માનવીને લાંબુ જિવાડવાની કોશિશ કરો છો અને બીજી બાજુ સમૂળગી માનવજાત નાશ પામે તેવાં શસ્ત્રો શા માટે સર્જે છો? એક બાજુથી કૃત્રિમ બુદ્ધિ (artificial intelligence)નો અસીમ વિકાસ સાધો છો અને બીજી બાજુ માનવબુદ્ધિને વિશ્વકલ્યાણગામી કેમ કરતા નથી ? જૈન પત્રકાર એવો વિચાર મૂકશે કે આ વિજ્ઞાન પાસે કોઈ નિશ્ચિત દષ્ટિ કે દિશા છે ખરી ? કે પછી વૈજ્ઞાનિક પ્રગતિની પૂરપાટ દોટ લગાવતો માનવી પોતાનું લક્ષ ખોઈ બેઠો છે? આવતી કાલે વિજ્ઞાનને આવો પડકાર ફેંકનાર કોઈ વિચારશીલ પત્રકાર મળે એ આવશ્યક છે.
જૈન પત્રકારત્વની એક બીજી સંભાવના પર દષ્ટિપાત કરીએ. ધર્મ એ તોડનારું નહિ, પણ જોડનારું પરિબળ છે. આપણા ધર્મદર્શનના વિશ્વકલ્યાણકારી તત્ત્વો પત્રકારત્વના માધ્યમ મારફતે જગતના ચોકમાં મૂકવા પડશે. જુવો ટુ માર્સના કહેનારા જૈન ધર્મમાં એવાં સંવાદી તત્ત્વો છે કે જે આધુનિક
જીવનની વિષમતાઓ, વેદના કે વિફળતાને દૂર કરી શકે. આજે વર્ષોથી એકબીજા સામે કારમી દુશ્મનાવટ ધરાવતા અમેરિકા અને રશિયા એકબીજાના વિચારોને આદર આપવા માંડ્યા છે. આજ સુધી યુરોપના સામ્યવાદી દેશો અને