________________
જૈન પત્રકારત્વ
તેમની વ્યાપક દૃષ્ટિના બે બીજાં ઉદાહરણો : તેમની એક યોજના જે પૂ. વિજય ધર્મસૂરિજી સ્થાપિત ‘યશોવિજય સંસ્કૃત પાઠશાળા’થી પ્રેરિત હતી, તે હતી જૈન પંડિતો તૈયાર કરવાની. પરંતુ તેઓ સાથે સાથે એમ પણ કહેતા કે આ યોજના અતર્ગત ૨૫ હિન્દુ પંડિત તથા ૨૫ મુસ્લિમ અને ખ્રિસ્તી પંડિતોને પણ તૈયાર કરો અને તેમના યોગક્ષેમનો ખર્ચ ઉપાડો. તે સમજતા હતા કે સર્વ પરંપરાઓમાં રૂઢિ અને વ્યક્તિપૂજા વધી રહી છે. તત્ત્વ અને સત્ત્વનું જ્ઞાન ઘટી રહ્યું છે. આટલા માટે જ જાણકારોને તૈયાર કર્યા સિવાય જાણકારીનો વધારો થઈ શકે નહીં.
કષાયમુક્તિ જ એમનો ધર્મ હતો, સ્વધર્મ હતો અને તેનું શરણું તેમણે અપનાવ્યું હતું. ભક્તિ, તપ, વાંચન, ચિંતન, ધ્યાન, સેવા વગેરે કરતાં તેમણે આત્માના પ્રત્યેક ગુણને અનુભવમાં ઉતાર્યા હતા. જીવન એક પ્રયોગ બની ગયું હતું. કેવી રીતે પોતાના આત્માને સતત પ્રયત્નથી પરમાત્મારૂપ બનાવી શકાય, અથવા જિનેશ્વર, ઈશ્વરની કેવી રીતે ભક્તિ કરીએ જેથી આત્મા પવિત્ર બને.
એક ઉદાહરણ : નાનપણથી જ ચૌદશનો ઉપવાસ રાખતા હતા. કેન્સરની બીમારીમાં પણ તેમણે તે ચાલુ રાખ્યો હતો. થોડાંક વર્ષો પહેલાં તેઓ પોતાની પુત્રી પુષ્પાને ત્યાં અમેરિકા ગયા હતા. પુષ્પાએ કહ્યું કે, ‘મારા ઘરે ખાવાનું બંધ ન કરશો, આ ચૌદશે ઉપવાસ ન રાખશો. મારે ત્યાં વળી પાછા તમે ક્યારે આવશો?’ તેમણે તરત જ વાત માની લીધી. મુંબઈ પાછા આવીને તેના બદલામાં અનુકૂળતા મુજબ ત્રણ દિવસના ઉપવાસ કરી લીધા.
આધ્યાત્મનો અર્થ જ છે આત્માની સમીપ, આત્મા પ્રેરિત થાય છે. જ્યારે મિથ્યાત્વ સહજ રીતે છૂટી જાય છે, ત્યારે દરેક કાર્ય કરતી વખતે સાધક સમતા અને આત્મામાં જ દૃષ્ટિ રાખે છે. તેનું જીવન આ જ દર્શાવે છે. પૂ. આનંદઘનજી મ.ના બે પદ તેમની દૃષ્ટિ માટે યોગ્ય રીતે લાગુ પડે છે : ચારો ચરન કે વાસતે ગૌઆ વનમેં જાય,
ચારો ચરે ચૌદિશી ફિરે, પન બાકી નજર બિછુરિયા માંય, ચારપાંચ સહેલિયાં મિલ, પાની હિલહિલ જાય,
તાલી દીયે, ખડખડ હસે, બાકી નજર ગગરિયા માંય.
અર્થાત્ જેવી રીતે ગાય ચારે દિશામાં ચારો ચરતી ફરે છે પરંતુ તેનું ધ્યાન તો વાછરડામાં જ હોય છે; જેમ ચાર-પાંચ બહેનપણીઓ પાણી ભરવા જાય, તાલી દે, ખડખડ હસે પરંતુ તેમનું ધ્યાન તો તેમની ગાગર ઉપર જ હોય છે, તેવી જ રીતે
૧૯