________________
જૈન પત્રકારત્વ
જ્ઞાનની દૃષ્ટિ સંસારના તમામ કામ કરતાં, છતાં આત્મ પર જ રહે છે.
સંસારની સર્વ જવાબદારી અદા કરતાં, ખેલકૂદ ખાન-પાન, વેપાર-વ્યવહાર બધામાં રસ લેવા છતાં, તેમની દૃષ્ટિ પોતાના ઉજ્જવળ આત્મા પર જ મંડાયેલી રહેતી હતી. દરેક કાર્ય દ્વારા જાણે કે તેને અધિક ઉજ્જવળ બનાવવાનો પ્રયત્ન ચાલુ હતો. આવા વિરલ અનેક જન્મોમાં પણ દુર્લભ, વિશ્વવંદ્ય પૂજ્ય બાપુજીને અમારા સૌના કોટિ કોટિ વંદન.
(૩)
આવા તપોનિધિ, પરમ જ્ઞાની, ઈશ્વર ભક્ત, સેવા રત્ન, સંસાર સાગરના ચતુર નાવિક, અનુપમ આત્મયોગી અને મૃત્યુંજય ઋષિ તુલ્ય સુશ્રાવક રુપચંદજીને નમન કરીને ઈશ્વરને પ્રાર્થના કરીએ કે આ મહામાનવનું જીવન આપણને સર્વદા પ્રેરણા અને પથદર્શક રૂપ બની રહો.
એમના પુત્રો વલ્લભભાઈ અને મંગળભાઈ તેમ જ પરિવારે ૨૦,૨૧ અને ૨૨મા સમારોહનું યજમાનપદ સ્વીકારી-શોભાવીને જ્ઞાનાંજલિ દ્વારા પિતા-ભ્રાતાને શ્રદ્ધાંજલી અર્પી છે એમાં આપણે પણ આપણા આત્મભાવની એક પાંખડી ઉમેરીએ અને કવિ ન્હાનાલાલના પિતૃતર્પણ કાવ્યની કેટલીક પંક્તિઓને સ્મરીએઃ છાયા તો વડલા જેવી, ભાવ તો નદના સમ; દેવાના ધામના જેવું હેઠું જાણે હિમાલય શ્વેત વસ્ત્રો સદા ધાર્યા, પ્રાણની શ્વેત પાંખ શા, તે જ વાઘા સજી ભણે ફિરિશ્તો કો મનુષ્યમાં સહવારે સાંજરે જેવો તપે ભાનુ દિને દિને, શીળા શીળે તપ્યા તેમ, દઝાડચા નહિ કોઈને. નિત્ય જીવનમાં મહાયોગી, તત્ત્વચિંતક ચિંતકો, ચતુર હતા સંસારે, તપોવને તપસ્વી મહીં. શું શું સંભારૂં? ને શી શી પૂજુ પૂણ્યવિભૂતિએ પૂણ્યાત્માનાં ઊંડાણો તો આભ જેવાં અગાધ છે. વિશ્વના સમગ્ર માતા-પિતાને આપણા વંદન હજો.
- ધનવંત શાહ ૨૬-૦૧-૨૦૧૪
સૌજન્ય : ‘પ્રબુદ્ધ જીવન’
ગરમી
drdtshah@hotmail.com (M: 9820002341)