________________
રાજાભાઇ જૈન પત્રકારત્વ યોગ્ય લાગે તે વોરાએ પ્રગટ કર્યું.
" ઉષ્માપૂર્ણ મિત્ર : ‘ટાઈમ્સ'ના ચીફ રિપોર્ટર શ્રી ભૂષણરાવ, ઇન્ડિયન એક્સપ્રેસના ચીફ રિપોર્ટર શ્રી બી. એસ. રાવ વોરાના ખાસ મિત્રો હતા. બન્ને મિત્રો વોરાને ફોન કરીને પૂછે, “આજે શું મસાલો આપ્યો છે?” બન્ને પીઢ પત્રકારોને વિશ્વાસ કે વોરા કંઈક નવું કરવાના જ.. વેણીભાઈ પુરોહિત, વિજયગુપ્ત મૌર્ય, મોહનલાલ સોપાન, મનુભાઈ, ધનુભાઈ મહેતા, પ્રદીપભાઈ તન્ના, સહકાર્યકરો અને મિત્રો સાથે વોરાએ ઉષ્માપૂર્ણ સંબંધ સદા નિભાવ્યો.
પત્રકારત્વમાં જેટલા કડક, તેટલા રમૂજી પણ ખરા. રમૂજી સ્વભાવ તો એટલો કે કોઈ એમના સ્થળ દેહની મશ્કરી કરે તો પોતે પણ એમાં જોડાઈ જાય. અડધી રાત્રે કોઈ રોંગ નંબરનો ટેલિફોન એમના ઘરે જાય તો ગુસ્સો કરવાને બદલે રમૂજ કરે. ધનુભાઈ ફોટોગ્રાફર ને ચંદ્રકાંત વોરાની જુગલ જોડી. ધનુભાઈને નહેરુના જુદા જુદા હાવભાવની તસવીરો પાડવાનો શોખ હતો. નહેરુ વડાપ્રધાન થયા ત્યારે તેમની લાક્ષણિક તસવીરો પોલીસની નજર ચૂકવીને જ લેવી પડે. એકવાર એક મોટા પોલીસ ઓફિસરે વોરાને કહ્યું કે, “તમારો ધનુભાઈ નહેરુની ખૂબ નજીક જઈ ફોટો લે છે તે બરાબર નથી.” વોરાએ ઓફિસરને કહ્યું,
જો, જો, તમે ભૂલેચૂકે તેને અટકાવશો નહીં, એ તો નહેરુનો ઓળખીતો અને માનીતો ફોટોગ્રાફર છે!”. ઑફિસરને બનાવીને બન્ને મિત્રો ખૂબ હસ્યા હતા.
ચંદ્રકાંતભાઈ, ભાઈ, ભાભી, ભત્રીજા, બહેન સૌના સ્નેહાળ સ્વજન હતા.
કલમની તાકાત પર ઝઝૂમનારા જન્મભૂમિના આ ચીફ રિપોર્ટર ચંદ્રકાંત વોરા જીવનના મધ્યાનને, ૨૪ ઓગસ્ટ, ૧૯૬લ્માં અનેક મિત્રો અને પ્રશંસકોને વિલાપ કરતા છોડી ગયા. ફક્ત ૪૭ વર્ષની ઉમરે અલ્સરની ત્રીજી શસ્ત્રક્રિયા કરાવતી વેળાએ નાયર હોસ્પિટલમાં તેમનું અવસાન થયું. અંતિસંસ્કારની વેળાએ મહારાષ્ટ્રના દારૂબંધી ખાતાના પ્રધાનશ્રી ભાનુશંકર યાજ્ઞિક, નગરપતિ જમિયતરામ જોશી, સાંસદ બાબુભાઈ ચિનાઈ, મુંબઈ કોંગ્રેસના પ્રમુખ હાક્ઝિકા, સુધરાઈ કોંગ્રેસ પક્ષના નેતા શાંતિ પટેલ, શ્રી જીવરાજભાઈ શાહ, ‘મુંબઈ સમાચાર”ના તંત્રી શ્રી મીનુ દેસાઈ, સુકાની'ના તંત્રી મોહનલાલ મહેતા, જન્મભૂમિના ભૂતપૂર્વ
૨૨૪