________________
જાત
જૈન પત્રકારત્વ જાય જાય એક વાર બોરીવલીની એક મ્યુનિસિપલ શાળાની તેમણે તપાસ કરાવરાવી. ૧થી ૪ ગુજરાતી ધોરણની એ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓની સંખ્યા, બેસવાની વ્યવસ્થા, બાથરૂમની વ્યવસ્થા વગેરે વિગતોનો અહેવાલ 'જન્મભૂમિ'માં પ્રગટ કર્યો. મ્યુનિસિપાલિટીના સત્તાધીશોએ તેમને ફોન કરીને કહ્યું, “આવું અમારા વિશે લખવાનો તમને શો અધિકાર છે ?” વોરાએ જવાબ આપ્યો, “તમારી શાળામાં સગવડતા નથી તે લખ્યું એટલે તમને ખૂંચે છે, તમે 'જન્મભૂમિવાળાને ધમકી આપશો તો અમે જ તમને કોર્ટમાં લઈ જઈશું.”
કોઈનીયે શેહશરમ રાખ્યા વિના, કોઈનો ડર રાખ્યા વિના સત્યને પ્રગટ કરવાનું કામ આજીવન તેમણે કર્યું.
મુંબઈમાં વર્ષો પહેલાં ટ્રામ ચાલતી હતી. ટ્રામ બંધ થઈ પછી ઉપરના દોરડાનો ઉપયોગ કરી પ્રશાસને બસ શરૂ કરી. ટ્રામના સળિયા ઉપર હોય ને નીચે રબ્બરનાં પૈડાં - આ વ્યવસ્થા સુવિધાદાયક છે કે નહીં, તે જોવા વોરાએ પોતાના મદદનીશને મોકલ્યા - એ ભાઈએ ગોવાલિયા ટેંકથી સાત રસ્તા ને સાત રસ્તાથી ગોવાલિયા ટેંક સાતેક વાર મુસાફરી કરી. કોઈના ધ્યાનમાં આ વાત આવી. વોરાને ફોન કર્યો, ‘તમારા મદદનીશો નવરા છે? તમે આ રીતે ફરવાનો પગાર આપો છો ?' વોરાએ તરત જવાબ આપ્યો, 'પ્રજાને ખરેખર સગવડ મળે છે કે નહીં તે જાણવા મારા પત્રકારો અગવડ વેઠે છે..
એક હાથમાં બેગ અને કંઈ સામાન હોય ને એક હાથ તો ઉપર પકડીને જ રાખવો પડે એવી આ ટ્રામ કે ટ્રોલીબસ માટે તેમણે લખ્યું હતું. ‘મુંબઈગરાને કાંઈ ત્રણ હાથ છે ?’ આ રીતે તો ખિસ્સાકાતરુને મજા જ પડી જાય. ચાલો, કોઈકને તો આ ટ્રોલીબસ કામમાં આવશે.' પછીથી પ્રશાસને આ પ્રયોગ પાછો ખેંચી લીધો હતો.
ભાષા પરના અપાર પ્રભુત્વે તેમને મૂઠી ઊંચેરા પત્રકાર તરીકે સ્થાપિત કર્યા. કોંગ્રેસના અધિવેશનમાં ભારતના ચુનંદા રિપોર્ટરો ઉમટ્યા હોય પણ અધિવેશનનો વોરાનો રિપોર્ટ જુદો જ હોય નેતાઓની મુલાકાત વખતે એવા પ્રશ્નો પૂછે કે પેલાને જવાબ આપવો ભારે થઈ પડે ને સાચી વાત કરવી જ પડે. કોઈ પણ ઘટનાનું તલસ્પર્શી અવગાહન કરી માર્મિકતાથી સમાજજીવનના હિતમાં જે
૨૨૩