________________
અપાયા જ જૈન પત્રકારત્વ જ તંત્રી શ્રી રવિશંકર મહેતા, વ્યાપારના તંત્રી શ્રી ગિલાણી તથા મુંબઈનો વિશાળ પત્રકાર સમુદાય ઉપસ્થિત હતો. સૌરાષ્ટ્ર ટ્રસ્ટના ટ્રસ્ટીઓશ્રી દુર્લભજી પરીખ, શ્રી પરમાણંદ કાપડિયા, સ્ટેટ્સ પીપલ્સ પ્રા. લિ.ના ડિરેકટર શ્રી કાકુભાઈ, ' જન્મભૂમિના જનરલ મેનેજર રતિલાલ શેઠ પણ ઉપસ્થિત રહ્યા હતા.
વોરાની પત્રકાર તરીકેની બે દાયકાની સેવાને અંજલિ આપતા વક્તાઓએ તેમને સત્યનિષ્ઠ, નિખાલસ, નીડર અને સમાજને સાચું માર્ગદર્શન આપવા મથનાર પરિશ્રમશીલ પત્રકાર તરીકે ઓળખાવ્યા હતા.
શ્રી વોરાના અવસાનથી માત્ર ગુજરાતી પત્રકારત્વને જ નહીં, સમગ્ર પત્રકારત્વ જગતને મોટી ખોટ પડી ગઈ. “જન્મભૂમિના ૭૫ વર્ષના ઈતિહાસમાં ૨૫ વર્ષ મહામૂલું પ્રદાન કરનાર, 'જન્મભૂમિને વિશ્વસનીયતા, પ્રસિદ્ધિ અને પ્રતિષ્ઠા અપાવનાર કલમવીરનું જીવન નવા પત્રકારોને કાજે પ્રેરણારૂપ બની રહે તેવું ઉજ્જવળ હતું.
આ સન્માનનીય અને બહુઆયામી પત્રકારને સાચા અર્થમાં અંજલિ આપવા ઉમેદભાઈ દોશીના કન્વીનર પદે ચંદ્રકાંત વોરા મેમોરિયલ એવાર્ડઝ કમિટી નિયુક્ત કરવામાં આવી જેના થકી ગુજરાતી, મરાઠી તથા અંગ્રેજી વર્તમાનપત્રમાં શ્રેષ્ઠ અહેવાલ આપનાર પત્રકારોને સન્માનવામાં આવ્યા.
જીવનભર કોઈ સાંસારિક પ્રલોભનોથી ચલિત નહીં થનારા, કોઈની ધમકીને વશ નહીં થનારા, જીવનમાં મૂલ્યોની પ્રાણપ્રતિષ્ઠા કરી સમગ્ર સમાજને મૂલ્યનિષ્ઠ બનાવવા મથનારા ચંદ્રકાંત વોરા પત્રકારત્વનું ઊજળું ઉદાહરણ છે.
સમાજની ખોવાયેલી ચેતનાને શોધનારા, સેતુ બાંધનારા, સત્યને પ્રગટ કરનારા ને સમાજને સાચો રાહ ચીંધનારા જૈન પત્રકાર ચંદ્રકાંત વોરાને આદરાંજલિ...
*
S
R
દિલ |
૨૨૫