________________
કામ કાજ જૈન પત્રકારત્વ સમજાવવા પહોંચ્યા. બીજે દિવસે જન્મભૂમિએ અકસ્માતનો આંખેદેખ્યો અહેવાલ તસવીરો - સાથે પ્રગટ કર્યો હતો.
એક વખત Accના મુંબઈના સત્ર દરમિયાન એક પોલીસ ઓફિસર ચન્દ્રકાંત વોરાની સાથે ઉધ્ધતાઈપૂર્વક વર્યો. “યુનિયન ઓફ જર્નાલિસ્ટ - પત્રકાર સંઘના સભ્યોએ સાથે મળીને વોરાની પ્રેરણાથી કમિશનરને સખ્ત શબ્દોમાં પત્ર લખ્યો. પત્ર મળ્યો કે તરત પોલીસ હેડક્વાર્ટર્સમાંથી ફોન આવ્યો કે પોલીસ કમિશનર ચંદ્રકાંત વોરાની માફી માગવા ચાહે છે. આ હતી વોરા નિર્ભિક્તા.
મુંબઈના સાંપ્રત દર્શન કરાવતી એમની સાપ્તાહિક કોલમ પાલવાની પાળીએથી' વાચકોમાં ખૂબ પ્રિય હતી.
૨૫ વર્ષની પત્રકારત્વની કારકિર્દી દરમિયાન કેટલાંક પત્રકાર પરાક્રમો એમના નામે જમા પડ્યા છે. મેટ્રિકની પરીક્ષાનાં ફૂટેલાં પ્રશ્નપત્રો, બેવડા-વડાં નાણાં કરી આપવાની લાલચ આપી સમાજને છેતરવા નીકળેલા પાખંડીઓ કે માંદગીના ખોટા પ્રમાણપત્રોને આધારે જેલમાંથી છૂટવાનાં કૌભાંડો કરનારા ગુનેગારો. આ અને આવા અનેક અનિષ્ટોને વોરાએ પોતાની ધારદાર શૈલીથી ખુલ્લા પાડ્યા. | સમાચાર મેળવવા અનેક તરકીબો કરતા. એક વખત ફિલ્મસ્ટાર રાજ કપૂરને ત્યાં દરોડા પડ્યા. એ જમાનામાં આ વાત બહુ ઉત્તેજનપૂર્ણ હતા. વોરાને આ દરોડાનો આંખેદેખ્યો અહેવાલ જન્મભૂમિના વાચકોને આપવો હતો. પત્રકારોને ત્યાં પ્રવેશ મળે તેમ નહોતું એટલે તેઓ તિજોરી ખોલવા જનારા, તાળા-ચાવીવાળા માણસ બની પહોંચી ગયા. રાજ કપૂરની બાથરૂમની છત પરથી વરસતી સંપત્તિનો અહેવાલ આપતાં તેમણે લખ્યું હતું, “ખુદા દેતા હૈ તો છપ્પર ફાડકે દેતા હૈ!' કૃષ્ણા અને રાજ કપૂરના વણસેલા સંબંધોની ચાડી ખાતાં વસ્ત્રોની વત કરી રાજના ઘરે શું બન્યું હતું એ તાશ ચિતાર એમણે આપ્યો હતો.
૧૯૬૮માં રામન રાઘવે રોજ ખૂન કરી મુંબઈમાં કાળો કેર વર્તાવ્યો હતો. તેના અહેવાલ મેળવવા વોરાએ ખૂબ રઝળપાટ કરી હતી. રામ રાઘવ પકડાયો તે પછી તે કેવો છે તે જાણવાની પ્રજાને ખૂબ આતુરતા હતી. વોરાએ ઓફિસરને વાત કરી. તેણે તસવીર લેવાની ના પાડી, પણ વોરા તેમ કાંઈ તેને છોડે ? તે
૨૨૦