________________
જૈન પત્રકારત્વ
બીજા એક ઑફિસરને કહે કે, તમે રામન રાઘવને તપાસ માટે લઈ જતા હોય તેમ બહાર કાઢો, મારો તસવીરકાર તેનો ફોટો પાડી લેશે ને કોઈને ખબર ન પડે ને તમે પણ વાંકમાં ન આવો - એ તસવીર ‘જન્મભૂમિ'માં સહુપ્રથમ છપાઈ હતી તેનો યશ વોરાને જાય છે. એમની ધગશ અને તરવરાટનું મૂલ્ય થાય તેમ નથી.
૧૯૬૧-૬૨ના અરસામાં ‘ફૈડકો’ નામની રંગરસાયણની જાણીતી કંપનીને ૪૦થી ૫૦ લાખ રૂા.ની કિંમતનું રંગરસાયણનું ઇમ્પોર્ટ લાયસન્સ મળ્યું ને વાત જાહેરત થતાં રંગરસાયણના બજારમાં શોરબકોર મચી ગયો.
સરકારે લાઈસન્સો આપવામાં તથા મેળવવામાં ગોલમાલ કરનારાઓ પર કેસ કર્યો હતો. બાર મહિના સુધી મુંબઈની સેશન્જ જજ શ્રી દેશમુખની કોર્ટમાં આ કેસ ચાલ્યો. આરોપીઓને પાંચ-પાંચ વર્ષની સજા થઈ. ચુકાદા સામે આરોપીઓ હાઈકોર્ટ અને સુપ્રિમ કોર્ટ સુધી ગયા. આ ધનિકોએ પોતાના તમામ પાસાંઓ વાપરી જોયાં હતાં. અને ચંદ્રકાંત વોરાએ પોતાની તેજાબી શૈલીમાં લખ્યું હતું, ‘સુપ્રિમ કોર્ટે સજા મંજૂર રાખ્યા પછી એ તવંગરો છૂટા કેમ ફરે છે? આ લોકોને માટે ત્રણેક લાખ રૂપિયાનો ખર્ચો કર્યા પછી એ તવંગરો અને ગુનેગારોને માફી જ મળવાની હોય તો કહેવાનું મન થાય છે કે, કો'ક તો જાગે - આપણામાંથી કો'ક તો જાગે...”
મને ટાઈમ્સના તંત્રી ભૂષણરાવના શબ્દોમાં ટાંકવાનુ મન થાય છે –
"Chandrakant Vora is best known for his crusading spirit. He would go to any length to fight injustice. Above all he was fearless. As a Chief Reporter of Janmbhoomi he had come to be, admitted as an outstanding news man."
એક વખત સેન્ટ્રલ એન્ફોર્સમેન્ટ એજન્સીના એક અધિકારીએ જન્મભૂમિના અહેવાલનો ઇન્કાર કર્યો કે અમારા કોઈ અધિકારીએ સંબંધિત વેપારીને ત્યાં દરોડો પાડચો નથી. હકીકતમાં બે અધિકારીઓ દરોડો પાડવા આવ્યા હતા ને વેપારી પાસેથી પૈસા પણ લઈ ગયા હતા. પેલો અધિકારી આ વાતથી અજાણ હતો. વોરાએ તે વેપારીઓને કહ્યું, તમે આ અધિકારીને જરૂરથી મળો જ અને સાચી
૨૨૧