________________
કાજાનારાજ જૈન પત્રકારત્વ જજ કોંગ્રેસના પ્રમુખ, પોલીસ અધિકારી, કેંગ્રેસના અધિવેશનનો રસોડાદાર, સ્ટાફનો ડ્રાઈવર, દાણચોર કે કોઈની દીકરી ભગાડી ગયેલો ગુનેગાર – ગમે તેની સાથે વાત કરવાની હોય, સમાચાર આપનારને જીતી લેવાની આવડત એકસરખી કામયાબ રહેતી.
સાહસ અને નિર્ભિકતા : ૧૯૪૬માં સુભાષજયંતી અંગે ચોપાટી પરથી સરઘસ નીકળવાનું હતું. ધનુભાઈ ફોટોગ્રાફરની સાથે વોરા ત્યાં પહોંચી ગયા. સરઘસ પર અશ્રુવાયુ છોડાશે ને લાઠીચાર્જ થશે એવી દહેશત હતી તે સાચી પડી - અશ્રુવાયુનો ટેટો વોરાના પગે વાગ્યો. એક મહિના સુધી સારવાર લેવી પડી પણ ગભરાય એ વોરા નહીં. મોટામાં મોટા સમારંભ હોય, કેંગ્રેસનું અધિવેશન હોય કે જવાહરલાલ નહેરુની સભા હોય, વોરા બેધડક ત્યાં પહોંચી જતા. - ૧૯૫૬માં સંયુક્ત મહારાષ્ટ્રની ચળવળ વખતે મુંબઈ તો મહારાષ્ટ્ર સાથે જ રહેવું જોઈએ એવો પ્રજાનો સૂર ઊડ્યો હતો. શિવસેના અસ્તિત્વમાં આવી હતી. શહેરમાં તોફાનો ફાટી નીકળ્યાં હતાં. એવે સમયે પરિસ્થિતિનો તાગ લેવા જાનનું જોખમ ખેડીને નીકળી પડ્યા હતા. મોટરની બારીના કાચ તૂટી ગયા હતા પણ ગભરાયા વગર પરિસ્થિતિનું જીવંત ચિત્રણ તો કર્યું જ.
૧૯૬રમાં જુન્નરની ટેકરી પર અલ-ઈટાલિયા વિમાનને થયેલા ગંભીર અકસ્માતનો અહેવાલ લેવા રાત્રે બે વાગે ફોટોગ્રાફર ધનભાઈ સાથે જુનર જવા નીકળ્યા હતા. વરસાદના દિવસો હતા. ટેકરી પર જવા માટે કાદવ-કીચડ ખૂંદીને કેટલું બધું ચાલવાનું હતું! બહુ બધી તકલીફો વેઠીને ચાલતી મોટરે અહેવાલ લખ્યો, ખાપોલીથી જન્મભૂમિની ઑફિસે ફોન જોડ્યો ને કહ્યું કે, “ત્રણ વાગે વધારો કાઢવાની તૈયારી રાખજો. અમે પહોંચીએ છીએ.”
તે દિવસે જન્મભૂમિ' એ ગમખ્વાર અકસ્માતના અહેવાલ આપવામાં પ્રથમ રહ્યું એ વોરાને આભારી...
૧૯૬૬માં દહાણું રોડ પર ગુજરાત મેલને ભયંકર અકસ્માત થયો હતો. વોરાના મિલનસાર સ્વભાવ તથા મૈત્રીપૂર્ણ વ્યવહારથી તેમના મિત્રો અસંખ્ય હતા તેથી સહુથી પહેલી ખબર તેમને જ પડી. અરધી રાત્રે મિત્રને લઈને વોરા દહાણું
૨૧૯