________________
જૈન પત્રકારત્વ
લોકધર્મી પત્રકાર : ચન્દ્રકાંત વોરા
- સંધ્યા શાહ
જૈન દર્શનના અભ્યાસુ ‘ઝાલાવાડી જૈન પત્રિકા’નાં તંત્રી છે. સત્વશીલ સાહિત્યની ઉપાસના કરનાર સંધ્યાબહેન જૈન સાહિત્ય સમારોહમાં અવારનવાર ભાગ લે છે.
ચન્દ્રકાંત વોરા
લોકધર્મી પત્રકારત્વના બે ધર્મો – દર્પણધર્મ અને દીપકધર્મ-સમાજજીવનમાં જે કાંઈ બનાવો બને તેમને અને સમાજીવનના ભીતરી પ્રવાહોને યથાતથ રજૂ કરવામાં દર્પણધર્મ સચવાય છે, કિંતુ પત્રકારત્વ કેવળ દર્પણધર્મ બજાવીને અટકી જાય તે ન ચાલે. તેણે દીપકધર્મ પણ બજાવવો રહ્યા, દીપક આસપાસ રહેલા અંધકારને પડકારે છે તે રીતે સમાજજીવનના તમસને ઓગાળવાનું, સંસ્કારવાનું અને લોકશિસ્ત દ્વારા ઉજમાળવાનું કાર્ય તે છે દીપકધર્મ.
ચંદ્રકાંત વોરાએ ૨૫ વર્ષની અક્ષરયાત્રામાં ‘જન્મભૂમિ'ના ચીફ રિપાર્ટર તરીકે આ દર્પણધર્મ અને દીપકધર્મનું સુપેરે જતન કર્યું. ‘જન્મભૂમિ’ના પત્રકાર તરીકે પત્રકારત્વના દરજ્જાને તેઓ ઊંચા આસને લઈ ગયા. સમાજની વેદના, વિષાદ, આક્રોશ, આનંદ, સંઘર્ષની સંવેદના અને મથામણોને તેમણે જીલી અને પ્રગટ કરી.
અસરકારક જનસંપર્ક :
ચંદ્રકાંત વોરા ગુજરાતી પત્રકારત્વના ઇતિહાસમાં એક નિરાળી ભાત પાડનારા, કુશાગ્ર બુદ્ધિ ધરાવનારા, ભારે સ્ફૂર્તિલા પત્રકાર હતા. સમાચારના અંતરાલમાં જવા મટે, સમાચારની કડીઓ મેળવવા માટે રાત માથે લેવા પણ તેઓ સદાય તત્પર રહેતા. સામાજિક અને રાજકીય ક્ષેત્રે પડદા પાછળ બનતી ઘટનાઓનું પગેરું કાઢવામાં ભારે પાવરધા અસરકારક જનસંપર્ક એ તેમના વ્યકિતત્વની વિશેષતા હતી. સામેની વ્યક્તિ બધું જ કહેવા પ્રેરાય તેવી આત્મીયતા તેઓ કેળવી શકતા-જાણતલપણું, વિવેક અને રમૂજનું એવું તો સંમિશ્રણ એમની વાતોમાં હોય કે સામો માણસ તેમને ભાગ્યે જ ટાળી શકે - કાશ્મીરના વડાપ્રધાન,
૨૧૮
-