SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન પત્રકારત્વ ઘટના બની નહિ. પાછો ભૂકંપ આવ્યો. પૌત્રી શુભાના લગ્નના માત્ર સાત દિવસ પહેલાં સૌથી મોટો પુત્ર માણેક, જે તેમના હૃદયનો માણેક હતો, દવાઓની મિશ્ર પ્રતિક્રિયાથી ગંભીર રીતે બીમાર થઈ ગયો. તે ગંભીર સ્તિતિમાં હૉસ્પિટલમાં હતો ત્યારે જેમ તેમ કરી પૌત્રીના લગ્ન પતાવ્યાં. ૫ ફેબ્રુઆરી, ૨૦૦૧, સવારે ૮.૩૦ વાગે હું ઘેર આવ્યો. તેઓ પોતાના નિત્યક્રમમાં વ્યસ્ત હતા. થોડી વારમાં નિત્યક્રમ પરવારીને આવ્યા. મેં કહ્યું, ‘બેસી જાવ’. ‘બોલ બેટા’. મેં કહ્યું, “ભાઈસાહેબ હવે રહ્યા નથી.' તેમનો ચહેરો ગંભીર બની ગયો. શરીર સ્તબ્ધ થઈ ગયું. સ્થિતિ વિકટ થવા લાગી. પછી અચાનક બોલ્યા, ‘મને એક મિનિટ આપ.' આંખો બંધ થઈ ગઈ ને જાણે ક્યાંક ખોવાઈ ગયા. ૧૫-૨૦ સેકન્ડ બાદ ફરી સ્વસ્થ થઈ ગયા. થોડી વાર પછી બોલ્યા, ‘જે થાય છે તે સારા માટે' ૫૨ (બાવન) વષનો યુવાન દીકરો અકસ્માત અકારણ મૃત્યુ પામ્યો. એવો પુત્ર જેણે ૧૬ વર્ષની ઉંમરે ઘરમાં માતાનું સ્થાન સંભાળ્યું હતું. પોતાના ગાઢ પ્રેમથી, સાહસ અને સમજથી પોતાના પરિવાર અને અગણિત લોકોને પ્રેમથી રહેવાનું શીખવ્યું અને રસ્તો બતાવ્યો. માણેક ભાઈસાહેબે ભંશાલી પરિવારમાં સંસ્કાર, સમૃદ્ધિ અને વિકાસ ત્રણેના પાયા નાખ્યા હતા અને તેના ચશમાં ચાર ચાંદ લગાડચા હતા. માણેક પિતાના તો શ્રવણ જ હતા. જીવનમાં માણેક દ્વારા જેટલું સુખ અને સન્માન મળ્યું હતું તેટલું કોઈનાથી મળ્યું ન હતું. એવો પુત્ર અચાનક ચાલ્યો જાય અને તેઓ કહે, ‘જે થાય તે સારા માટે’. સંસારી માટે આ માનવું કે જાણવું અત્યંત અઘરું છે. ફરી પાછી તે જ અટલતા, એક શબ્દ નહીં, એક આંસુ નહીં, જીવન પૂર્વવત્. દરેક વખતે તે મૃત્યુને અંગૂઠો દેખાડતા. દરેક પરિસ્થિતિમાં તેઓ કાંઈક ને કાંઈક સારું જ જોતા હતા. પુત્રીઓ ગઈ તો કહ્યું, ‘જુઓ, દુ:ખ જોયું નહીં અને સધવા તરીકે જઈ રહી છે.’ પુત્ર પછી જમાઈ ગયા તો પણ તે જ ‘પત્નીના વિયોગનું દુ:ખ જોયું નહીં વગેરે. ડિસેમ્બર ૨૦૦૫માં જી.ટી. હૉસ્પિટલની એક સીડી જે તેઓ સામાન્ય રીતે ઉપયોગમાં લેતા ન હતા, તેના ઉપરથી તેઓ પડી ગયા. ઊતરતી વખતે વિચારતા હતા કે, આનું ં સમારકામ કરાવીશ, પોતે જ પડી ગયા. નાની વહુ મીનુ વર્ષોથી એમના સેવાકાર્યમાં જોડાઈ ગઈ હતી. આજે પણ એણે એ ક્રમ જાળવી રાખ્યો છે. તેનો ફોન આવ્યો. સમાચાર મળતાં જ હું દોડ્યો, તેઓ અધિક્ષકના ઓરડામાં ૧૭
SR No.023469
Book TitleJain Patrakaratva
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherVeer Tattva Prakashak Mandal
Publication Year2014
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy