________________
પત્રકારત્વ સામાજ મુનિશ્રી ત્રિલોચંદ્રજીએ ઘણી બિરદાવી હતી. મુનિ નાનચંદ્રજીનું સમાજજાગૃતિને લગતું કાવ્ય સૂતેલા ક્યાં સુધી રહેશો?’ તો ૧૯૨૭માં બિકાનેરમાં ભરાયેલી કોન્ફરન્સમાં રજૂ પણ થયું હતું. એ કોન્ફરન્સમાં ઊભી થયેલી કેટલીક ખટપટોને પરિણામે વાડીલાલે સૌને જણાવી દીધું કે, મારું આત્મહિત અને શ્રી મહાવીરનું તત્ત્વ મને ફરમાવે છે કે મારે સર્જન કાર્યથી ફારગ થવું - (કોન્ફરન્સની ચડતીપડતીનો ઈતિહાસ’ - મૃ. ૧૨૮) અને એમણે સમાજપલટો કરનાર તરીકેની પોતાની નિષ્ફળતાનો સ્વીકાર કરી લીધો હતો. ત્યાર બાદ અધિવેશનો તો ભરાયાં પણ વાડીલાલે એમાં ભાગ લીધો નહોતો. એમના હૃદય પર એટલો ઊંડો ઘા લાગ્યો હતો કે પોતાના મનની શાંતિ માટે ૧૯૨૮માં જાન્યુઆરીમાં જર્મની જવા ઊપડી ગયા. ૧૯૩૧ના નવેમ્બરની ૨૧મી તારીખે તેઓ સ્વર્ગે સિધાવ્યા.
વાડીલાલે ‘મસ્તવિલાસ', 'જૈન દીક્ષા', 'મધુમક્ષિકા', 'પોલિટિકલ ગીતા', ‘આર્યનારી ધર્મ”, “અસહકાર', “સંસારમાં સુખ ક્યાં છે?’ જેવાં ચાલીસથી વધુ પુસ્તકો પ્રકાશિત ક્યાં છે જેમાંના મોટા ભાગનાં એમના પત્રકારત્વજીવનના પરિપાક રૂપે સાંપડ્યાં છે. વાર્તા, નિબંધ, વિવેચન ક્ષેત્રે એમણે આપેલો સાહિત્ય વારસો અમૂલ્ય છે અને તત્વજ્ઞાનના વિષયમાં કરેલું પ્રદાન સાહિત્યચિંતકોની ગણનામાં મહત્ત્વનું સ્થાન અપાવે એવું છે. તેઓ સૌથી પહેલાં સુધારક છે અને એમનાં સઘળાં કાર્યો અને લખાણો ધર્મસુધારણા, સમાજ સુધારણા અને માનવચિત્ત સુધારણાના આશયથી જ રચાયાં છે. સુધારાવૃત્તિની આસપાસ સઘળું ગૂંથાયું હોવા છતાં એમના વિશાળ વાચન, મનન, અવલોકન, પરિશીલન, પૃથક્કરણ અને બહોળા અનુભવના કારણે સચ્ચાઈના રણકા સભર સમર્થ ગદ્ય આગવી છાપ ઊભી કરી શક્યું છે. ગુજરાતી સાહિત્યના પંડિતયુગના વિલક્ષણ ગદ્યકાર અને મૂર્ધન્ય વિવેચક બ.ક. ઠાકોરે ગુજરાતના દસ ગદ્યપ્રભાવકોનાં નામ આપ્યાં છે તેમાં - નર્મદ, નવલરામ, ગોવર્ધનરામ, બિરબલ, મણિલાલ નભુભાઈ, વાડીલાલ શાહ, મોહનભાઈ ગાંધી, દત્તાત્રેય કાલેલકર, કિશોરલાલ મશરૂવાળા અને અંબાલાલ બાલકૃષ્ણ પુરાણીનો સમાવેશ છે. જૈન સમાજે ગૌરવ લેવા જેવી વાત છે કે સમાજ અને ધર્મ સાથે ઘણી નિસબત ધરાવતો એક પત્રકાર ગદ્યશૈલી પરત્વે પણ ઊંચાં શિખરો સર કરી શક્યો છે. રમણભાઈ નીલકંઠ, કનૈયાલાલ
૧૯૧