________________
જૈન પત્રકારત્વ જ જાય વિનાના માનવીને દીક્ષા આપવામાં આવે તો સાધુતા લાજે. માટે "Deserve before you Desire- કોઈ પણ વસ્તુ કે પદ મેળવવા ઈચ્છતા પહેલાં તે વસ્તુ કે પદ મેળવવાને લાયક બનો. વાડીલાલના આવા અનેક લેખો સાંપ્રત વાતાવરણને પણ વ્યક્ત કરતા હોવાથી ફરીથી પ્રકાશિત કરવામાં આવે તો જ ખ્યાલ આવે કે વાડીલાલ તત્કાલીન સમય કરતાં કેટલું દૂરનું વિચારી શકતા હતા અને જોઈ શકતા હતા. આવા જ મનનીય લેખ - શુદ્ધિ “વિચારશક્તિ', 'વચનસંયમ', “જ્ઞાનનો પ્રભાવ', “જાહેર હિંમત’, ‘આત્મશ્રદ્ધા', 'મિત્રતા', 'યુદ્ધ, ધર્મ અને અહિંસા', 'દુનિયાનું ભૂત, વર્તમાન અને ભવિષ્યન’ને ગણાવી શકાય.
વાડીલાલને સમય જતાં સમજાવા માંડ્યું હતું કે સમાજોન્નતિનો મુખ્ય આધાર દેશના વૃદ્ધો પર નહિ પરંતુ યુવાનો પર છે તેથી જૈન સમાજ માટે ઐક્ય, વિદ્યા અને સેવાભાવનાનાં તત્ત્વોનો પ્રસાર કરવા માટે એમણે યુવાનોને તૈયાર કરવાની અને પ્રોત્સાહિત કરવાની દષ્ટિથી એક સંસ્થા સ્થાપવાનો નિર્ણય ર્યો હતો. જૈન ધર્મના બધા ફિરકા એકસાથે રહેવા પામે એમ વિચારી મુંબઈમાં પીરબાઈ બિલ્ડીંગના ચોથા માળે અને અમદાવાદમાં પોતે રહેતા તે જ મકાનને વ્યવસ્થિત બોર્ડિંગ જેવું બનાવી તેમાં, એકસાથે બે સંયુક્ત જૈન વિદ્યાર્થીગૃહ શરૂ કર્યો. ૧૯૧૭ના જૂનની ૨૪મી તારીખે, મહાત્મા ગાંધીજી, મિ. પાલક, શ્રી કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી, શ્રી નાનાલાલ દલપતરામ કવિ, શ્રી હિંમતલાલ ગણેશજી અંજારિયા જેવા જૈનેતર તેમજ કેટલાક જૈન ગૃહસ્થોની હાજરીમાં ઝાલરાપાટનના મહારાજા સર ભવાનીસિંહજીએ મુંબઈમાં આ સંસ્થાનું ઉદ્ઘાટન કર્યું હતું. બંને વિદ્યાર્થીગૃહોનું ખર્ચ વાડીલાલે અને તેમના મિત્ર મણિલાલ મહોકમદાસે ભોગવ્યું હતું. આ ભાગીદારી વરસ સુધી ટકી હતી અને ૧૯૧૮ના જુલાઈમાં છુટી થઈ ગઈ હતી. આ સંસ્થાના સંચાલનકાર્યમાં પણ એમને અનેક અવરોધોનો સામનો કરવાના પ્રસંગો આવ્યા હતા.
૧૯૧૩થી ૧૯૨૫ સુધીનો સમયગાળો સંઘર્ષમાં અને નિરુત્સાહમાં વીત્યો ત્યારે વાડીલાલે સાધુવર્યો તેમજ સમાજ સામે ‘મહાવીર મિશન’ની યોજના મૂકી હતી, પરંતુ સમાજનો સહકાર ન મળતાં એ યોજના સફળ થઈ શકી નહોતી. આ યોજનાને મુનિશ્રી નાનચંદજી, ભારતભૂષણ મુનિરત્ન શ્રી રત્નચંદ્રજી અને વિદ્વાન
૧૯૦