________________
જાપાનના જૈન પત્રકારત્વના (૭) “અમારા મુનિવરો' (૮) દીક્ષા કોણ લઈ શકે?' (૯)*પ્રતિક્રમણનું રહસ્ય (૧૦) ધર્મયુદ્ધની મોસમ શરૂ થઈ” (૧૧) “દીક્ષા આપનાર લેનારની લાયકાત સંબંધમાં “ધર્મબિન્દુ ગ્રંથ શું કહે છે?' (૧૨) “હવે કયે રસ્તે જઈશું?' (૧૩) પર્યુષણ પર્વ અથવા પવિત્ર જીવનનો પરિચય'... વગેરે જેવાં અનેક ધાર્મિક, સમાજલક્ષી લખાણો મળ્યાં છે. તો કટાક્ષલેખોની સંખ્યા કંઈ નાનીસૂની નથી. દા. ત.- (૧) “ભમરાજનું ભાષણ : નકલી ભમરાઓ માટે . (૨) “સંઘ બહારનું શાસ્ત્ર' (૩) કડવી-મીઠી (૪) પૈસો વાવવાની વિદ્યા (૫) “વગર પૈસાના મિત્રો' (૬) સૂતા ભલા કે જાગતા” (૭) ધર્મનો ગાંસડો-પોટલો (૮) દરિયામાં આગ કોણ બુઝાવશે ?' (૯) 'બાપાજીનું ઝગમગતું સાધન (૧૦) બે સુંદરીઓ, રહેણદિવી અને કહદિવી' (૧૧) આંખો બંધ કરીને ના દોડો ભાઈ !' (૧૨) “પક્ષીસમાજ અથવા પક્ષીઓની કોન્ફરન્સ' (૧૩) શ્રીમદ્ પૈસાપુરાણ” (૧૪) સૌને પરણી બેસવું છે . આ યાદી તો ઘણી લાંબી થાય, એ આપવાનું ઉચિત નથી પરંતુ વાડીલાલને લેખના વિષયને અનુરૂપ દીર્ઘ શીર્ષકો આપવાનું અનુકૂળ હતું એવું સમજાય છે. આ દરેક લેખમાંથી પસાર થઈએ ત્યારે આજે સો વર્ષ થઈ ગયાં હોવા છતાં એની ઉપયોગિતા કેટલી છે અને આપણે વિકાસના પંથે આગળ વધ્યાં છીએ કે નહિ તેનો અંદાજ સહેજે આવે છે. માતૃભૂમિ અને તત્ત્વજ્ઞાન' શીર્ષક લેખમાં એમણે કહેલું વિધાન “સ્વતંત્રતા તો સશક્તને જ હોય, અશક્તને તો કોઈની ને કોઈની ગુલામી ભોગવવી જ પડે ને અનેક દષ્ટિકોણથી તપાસતાં આજે પણ કેટલું સારું લાગે છે તે ભાગ્યે જ સ્પષ્ટ કરવાની જરૂર પડે.
અધિકાર” શીર્ષથી શ્રી મણિલાલ નભુભાઈ દ્વિવેદી અને વાડીલાલ, બંનેએ નિબંધ લખ્યો છે, પણ બંનેનો ધ્વનિ તદ્દન જુદો છે. ('સુદર્શન ગદ્યાવલિ - અધિકાર” - ૧૯૦૯ પ્રથમ આવૃત્તિ, પૃ. ૧૮૪-૧૮૭; અને જૈન હિતેચ્છું - ૧૯૧૦ - જાન્યુઆરી, પૃ. ૨૪-૩૨). વાડીલાલને કહેવું છે કે – ‘અધિકાર વિના પ્રાપ્ત થયેલી કોઈ પણ ચીજ હિતકારી નથી. જે મનુષ્યને તેની પાત્રતા વિચાર્યા સિવાય જો જ્ઞાન આપવામાં આવે તો જ્ઞાનનો દુરુપયોગ થાય, અનધિકારીને ધન આપવામાં આવે તો દુર્વ્યય થાય અને વૈરાગ્ય પ્રાપ્ત થયા
૧૮૯