________________
જ જૈન પત્રકારત્વ અપાયજાય દીકરીને સસરાના શહેરમાં લઈ જઈ ત્યાં લગ્ન કરાવી દીધું. પછી બે દીકરીઓનાં લગ્ન એકીસાથે કરાવી દીધાં. ખર્ચ ભરપૂર કર્યો, પણ નિરર્થક મહેનત ટાળી દીધી. બધાં સ્નેહીજનોમાં એમની સ્નેહભરી ધાક રાખી.
એમનો સંદેશ - મોહ મત કરો” એ આ સંદર્ભમાં દ્યોતક છે. ભાઈસાહેબનું શિક્ષણ અધવચ્ચે જ છૂટી જવું, વ્યાપારમાં ઘણી ઊથલ-પાથલ થઈ જવી, નાની વયમાં મારાં માતાજીનું નિધન થઈ જવું, જેવી ઘટનાઓમાં એ પોતાની શક્તિ મુજબના પ્રયાસો કરી જોતા અને નિષ્ફળ જાય તો આગળ વધતા.
પોતાની પરિસ્થિતિને કર્મફળ સમજીને સમયના પ્રવાહને એમણે અપનાવી લીધો. કોઈને દોષ ન દીધો, ન કોઈને ઠપકો આપ્યો. જે કરવું પડે તે એમણે કર્યું.
ધન ઉપાર્જન કરવાની બાબતમાં એમની સમજણ સ્પષ્ટ હતી. ગૃહસ્થ પ્રત્યેક સમયે ધન મેળવવાનો ઉત્સાહ સેવવો જોઈએ, પણ એને માટે લાલસા રાખવી જોઈએ નહીં. ખોટા માર્ગો કે ખોટી રીતિઓથી ધન કમાવું જોઈએ નહીં; ધનનો ખોટો ઉપયોગ પણ કરવો જોઈએ નહીં. જો કે એ ૬૧ વર્ષની ઉમરે ધન કમાવવાની પ્રવૃત્તિમાંથી નિવૃત્ત થઈ ચૂક્યા હતા, તો પણ સંતાનોને થોડી પણ ચિંતામાં જોતાં તો કહેતા કે “ગભરાઓ છો કેમ, હું કમાઈશ - ચાલો, મારી સાથે. મુશ્કેલી આવી છે તો શું થઈ ગયું? શૂન્ય થઈ જાઓ તો ફરીથી પાછા ચાલવાનું શરૂ કરવું.” ક્યારેય આવી કઠિન સ્થિતિ આવી નહીં, પરંતુ એમને વિવશતા કે ધનતા કદી પસંદ નહોતી. પોતાના મનને તરત જ ઉત્સાહમાં લાવવાનું એ ખૂબ જાણતા હતા.
કહેતા કે વધારે પડતી સંપત્તિ દુઃખનું મૂળ છે, ખૂબ કમાઓ અને શુભ માર્ગે ખર્ચ કરો.”
સંસારમાં થોડું જ વધારે આનદ આપે છે. આ સિદ્ધાંત જ એમની જીવનશૈલી દ્વારા અમને શીખવી ગયા.
તેમના જીવનનો સંદેશ કે મૂલ્યાંકન છે : 'આચરણ અધિક, ઉપદેશ-ચર્ચા - ઓછી'.
વિદ્યાવિજયજી મ.સા. પાસેથી શિવપુરીમાં શીખેલી અને અપનાવેલી વિચારધારા :
“જે થવાનું હશે તે થશે, જે થાય તે સારાને માટે, ઉતાવળ ન કરો