________________
જૈન પત્રકારત્વ
સમસ્યા નાની હોય ત્યારે તેનું સમાધાન કરવું સરળ હોય છે. આ બીજી વાતમાં ઊંડો અનુભવ અને અત્યંત કૌશલ્ય સમાયેલું છે.
મુંબઈમાં ૪૫ વર્ષ સુધી કોઈ મોટા ઘરમાં રહેવાની સુવિધા પ્રાપ્ત થઈ નહતી, પરંતુ તેઓ દિવસમાં કેટલીય વાર ઊંચો દાદરો ચઢી-ઊતરીને પણ પછી મરીન ડ્રાઈવ કે હેન્ગીંગ ગાર્ડન ચાલવા જતા. કોઈક વાર ત્યાં સુધી ન જઈ શકાય તો નાના એવા રૂમમાં પણ સેંકડો ચક્કર લગાવતા અને ઘણી તન્મયતાથી નિયમિત યોગાસન કરી લેતા હતા.
તેમણે જાણી લીધું હતું કે સ્વાસ્થ્ય, સેવા અને આત્મકલ્યાણ આ ત્રણે એકબીજા પર આધારિત છે.
મારું એવું માનવું છે કે તેમના જેવી વ્યક્તિ સંસારથી મુક્ત થવા માટે જ સંસારમાં આવે છે. તે સમજી જાય છે કે, ‘સ્વતંત્ર’ થવા માટે ‘સ્વસ્થ’ હોવું જરૂરી છે. આવી ઊંડી અને સ્પષ્ટ સમજ કોઈ વિરલને જ હોય છે.
એમણે મને ઘણી વાર ચેતવ્યો હતો કે મોહ ન રાખવો; હું એમની એ ચેતવણીને પ્રૌઢ થયા પછી જ થોડી થોડી સમજી શક્યો છું.
એમન વ્યવહારનું વિશ્લેષણ કરવાથી કેટલાક સિદ્ધાંતો સમજમાં આવે છે. અનાવશ્યક ચર્ચા-પ્રપંચ કરવો નહીં. પ્રપંચ કરતાં કરતાં તથ્યો ઘટનાઓની સાથે બીજાઓના અભિપ્રાય જોડાઈ જાય છે અને સ્વયં આપણે પણ અભિપ્રાય બાંધવા-બનાવવા માંડી પડીએ છીએ, એવું કરવાથી મનમાં વ્યર્થ કષાયો વધે છે અને એમની છાયા સંબંધો ઉપર પડે છે.
એક સૂક્ષ્મ પ્રભાવ પડે છે કે આ સિવાય અભિપ્રાય ઊંડા રાગ-દ્વેષમાં બદલાઈ જાય છે. આનાથી ભરાયેલું મન સરળતાથી નિર્ણયો લઈ શકતું નથી, કાર્ય પણ કરી શકતું નથી.
પોતાના પિતાજીના અકાળ અવસાન પછી પોતાની માતાની વિકટ સ્થિતિ ઘણી દુ:ખદાયક હતી. મહિનાઓ સધી એ ઘરની બહાર નીકળી શકતાં નહીં. આવી સ્થિતિમાં એ માત્ર બે સપ્તાહ પછી જ માતુશ્રીને રિવાજોની પરવા કર્યા વગર મુંબઈ લઈ આવ્યા. શોભાસ્પદ વસ્ત્રો પહેરાવ્યાં અને ગૌરવપૂર્ણ જીવન જીવવાનું શીખવ્યું. અચાનક આર્થિક સ્થિતિ ખરાબ થઈ જતાં તેઓએ ગભરાયા વગર દીકરીના શ્વસુર પાસે જઈને પોતાની સ્થિતિ બતાવી. શાનદાર જાન બોલાવવાને બદલે એમણે
૧૩