________________
કાકા જૈન પત્રકારત્વ
જજ એ તેઓ સારી રીતે સમજતા હતા. “પત્રો અને પત્રકારો' શીર્ષક લેખમાળામાં પત્રકારત્વના શાસ્ત્રનો નાનો ગ્રંથ થઈ શકે અને એને પત્રકારની આચાર સંહિતા નામે ઓળખાવી શકાય એવાં મંતવ્યો એમણે રજૂ કર્યા હતાં. સને ૧૯૧લ્માં મહાત્મા ગાંધીજીએ ‘નવજીવન’નું સંચાલન પોતાના હાથમાં લીધું ત્યારે અનુલક્ષીને ‘નવજીવનને વધાવો’ નામે તંત્રીલેખ લખી વર્તમાનપત્રોની પદ્ધતિ પર પ્રકાશ પાડતાં ‘નવજીવન’ની સમાલોચના વાડીલાલે લખી હતી.
એમણે માત્ર સામાજિક કુરૂઢિઓ વિશે જ ધારદાર લખાણો લખ્યાં હતાં એમ નહોતું, પણ ધાર્મિક સંસ્થાઓમાં ચાલતી ગેરરીતિઓથી પણ તેઓ સંપૂર્ણ વાકેફ હતા. શાસ્ત્રોમાં લખ્યું છે કે દીક્ષા લઈ સાધુધર્મ અંગીકાર કરતા પહેલાં વડીલોની આજ્ઞા મેળવવી જોઈએ પરંતુ પૈસાદારો તો પોતાનાં બાળકોને દીક્ષા લેવા દે જ નહીં અને ધર્મમાં સાધુઓ વગર ચાલે પણ નહીં તેથી ગરીબોને ઘેર કેટલાક આગેવાનો જઈને સમજાવે અને પૈસા આપે, એ પૈસાની લાલચ અને લોભને વશ થઈ ગરીબો પોતાનાં બાળકો વેચે. જેમ પૈસા ખાતર જ ગરીબો પોતાની કુમળી કન્યાઓને ઘરડા ખચ્ચર જેવા ધનિકોને વેચતાં અચકાતા નહોતા તેમ બાળકો પણ સાધુ બનાવવા માટે વેચાતાં હતાં.' આમાં વિરાગ કે ત્યાગની ભાવનાને સ્થાન જ ક્યાં હતું?' ('જૈન હિતેચ્છુ - ૧૯૧૩, ઓગષ્ટ-પૃ. ૩૮૨). આવા થઈ બેઠેલા સાધુઓ પ્રજામાં સદ્ગુણોનું સિંચન શું કરી શકે? એમ જણાવી એમણે સાધુઓને માટે જ શાસ્ત્રાભ્યાસની વ્યવસ્થા માટે સાધુશાળાઓ સ્થાપવાનું સૂચન કર્યું અને થોડા આકરા શબ્દોમાં લખ્યું હતું કે, ધર્મયુદ્ધમાં મહાવીરનું નામ ગજાવો, સાધુશાળા સ્થાપો, અને એક પણ સાધુને અજ્ઞાન ન રહેવા દો; એક પણ અજ્ઞાનીને સાધુ ન બનવા દો. સાધુસંસ્થા કંઈ ભૂખે મરનારને પાળવાનું ખાતું નથી. એ કંઈ આશ્રમ નથી. તમારી લક્ષ્મી તમારા એકલાના જ સુખ માટે વપરાય તે કરતાં લાખોને સુખ આપી શકે એવા સાધુવર્ગને ઉત્તમ બનાવવાના રસ્તે વપરાય તો તમે કેવા ભાગ્યશાળી ! એટલો જ વિચાર કરો, એટલો જ ખ્યાલ કરો અને પછી કાંઈક કરવાનો નિશ્ચય કરો. (જૈન હિતેચ્છુ-૧૯૦૭-માર્ચ, પૃ. ૩૪૨). વાડીલાલ સાચા સાધુના વિરોધી નહોતા. પંજાબના મહાપુરુષ
૧૮૩