________________
જ
જૈન પત્રકારત્વ
કરી જ વિધવાલગ્ન' જેવા અનેક લેખો લખ્યા હતા. મહાજને બતાવેલી સમયસૂચકતા લેખ, આ પ્રશ્નો પરત્વેના એમના આક્રોશ અને નિસબતનો ઘોતક છે. એક દટાંત જોઈએ --
જ્યાં સુધી હાલની જ્ઞાતિસંસ્થા કાયમ છે, જ્યાં સુધી લગ્નવ્યવહારની સંકુચિતતા કાયમ છે, જ્યાં સુધી દેશ, કુળ, ધર્મ, જ્ઞાતિ અને ઉપજ્ઞાતિના ભેદો લગ્નવ્યવહાર પર અસર કરનારા કાયમ છે, ત્યાં સુધી બાળવિધવાઓ થતી જ રહેવાની, - કોઈ દિવસ બંધ થવાની નહિ, અને એ પણ ધ્યાનમાં રાખવું જરૂરનું છે કે કદાચિત્ બાળવિધવાનાં પુનર્લગ્ન કરવા દેવા જેટલો સુધારો તો મુશ્કેલીથી પણ થઈ શકશે, પરંતુ કુળ, ધર્મ, દેશ, જ્ઞાતિ અને પેટાજ્ઞાતિના ભેદોની લગ્નસંસ્થા પરની સત્તા તોડવાનું કામ તો હજી સૈકાઓ સુધી પ્રયત્ન કરવામાં આવે તો પણ તેમાં ફોહ મળવાની નથી. અને કયો બુદ્ધિશાળી માણસ કહી શકશે કે ત્યાં સુધી નવી નવી સેંકડો બાળવિધવાઓ વધવા દેવી એ ડહાપણ છે જે જાનવરો આ સવાલનો જવાબ હકારમાં આપવા તૈયાર થાય એમને એટલું જ કહેવું જોઈએ કે, “તારી ૧૨ વર્ષની પુત્રીને સંડાવા દે અને તેને તારી નજર આગળ રાત્રિ-દિવસ ઝૂરતી જોઈને પછી જ આ સવાલનો ઉત્તર આપ. માણસોનો મોટો રોગ એ છે કે તેઓ ખરી શરમને વેચી બેઠા છે અને ખોટી શરમને પરણી બેઠા છે.” (જૈન હિતેચ્છું', ૧૯૧૭, જૂન). વિધવાલગ્નના પ્રશ્ન અંગે વાડીલાલે ઘણા આકરા લેખો લખ્યા હતા, એમાંથી પ્રમાણિકતા અને વસ્તુસ્થિતિનું ભાન' શીર્ષકવાળા લેખમાં બાળલગ્નો અને વિધવાઓના આંકડા રજૂ કરી સમગ્ર સમાજમાં હલચલ મચાવી દે તેવી હકીક્ત આપી હતી.
જૈન હિતેચ્છુના આરંભનાં વર્ષોમાં, અન્ય સામયિકો લે છે તે પ્રમાણે વાડીલાલે જાહેરખબરો છાપી હતી પણ ધીમે ધીમે એમાં પરિવર્તન લાવી જાહેરખબરો લેવાનું છોડી દીધું હતું પરંતુ પોતાના અભિપ્રાયને મમ રીતે વળગી રહીને વિધવાલગ્નને લગતી જાહેરખબરો તેમજ કેળવાયેલા બેકારોની નોકરી માટેની જાહેરખબરો એમણે વિનામૂલ્ય પ્રગટ કરવાનું ઉચિત માન્યું હતું. એટલું જ નહીં પણ વિધવાઓને વિનાસંકોચે સમાજમાં બહાર પડી પુનર્લગ્નને લગતી માહિતી આપવા અનુરોધ કર્યો હતો. સમાજ પ્રત્યે પોતનું ઉત્તરદાયિત્વ શું છે
૧૮૨