________________
કાકા: જૈન પત્રકારત્વ
સામાજ તખલ્લુસથી જેન હિતેચ્છુ માં શરૂ કરી હતી જેમાં ઋષભદેવ, કપિલમુનિ, મહાવીર, પ્રસન્નચંદ્ર રાજર્ષિ જેવાનાં જીવનચરિત્ર સંક્ષેપમાં આપી જૈનપ્રજાને મુનિચરિત્રોથી વાકેફ કરવાનો આશય રાખ્યો હતો. મહાવીર, ક્યાં અને કેમ જનમ્યા અથવા એમણે બાળપણ અને ગૃહસ્થાશ્રમ કેવી રીતે વિતાવ્યો, ક્યારે દીક્ષા લીધી – એ બધી વાતોને લંબાવીને કહેવા કરતાં “મહાવીર' નામનો માણસ શું કરવાથી ભગવાન (ભાગ્યવાન, કીર્તિવાન, સુખી, સૌંદર્યવાન, નીતિવાન, ઉદ્યમવાન, બળવાન, મોક્ષલક્ષ્મીનો માલેક, સર્વવ્યાપક ગુણનો ધારક: આ બધા જ અર્થો સંસ્કૃત કોશમાં છે) બન્યો એ વ્યક્ત કરવાનું વાડીલાલને ઉચિત લાગ્યું છે. મહાવીરના આત્માની ઉન્નતિ કેવી રીતે થઈ, જે છેક સિદ્ધશિલા સુધી પહોંચી શકે એ વાત એમાં કેન્દ્રસ્થાને છે. એમણે લખવા ખાતર કશુંજ લખ્યું નથી. એમનાં બધાં જ લખાણો ધ્યેયલક્ષી છે.
વાડીલાલે સમાજસુધારણા અર્થે જ સામયિકો શરૂ ક્યાં હતાં. એટલે તત્કાલીન સમાજમાં પ્રવર્તમાન કુરિવાજો અને અંધશ્રદ્ધા પર મધ્યકાલીન કવિ અખો અને ભોજાની જેમ ચાબખા મારી સૂતેલાઓને જાગૃત કરવાનું કાર્ય સ્વેચ્છાએ સ્વીકાર્યું હતું તો પાશ્ચાત્ય ચિંતક અને વિચારક બર્નાર્ડ શોની માફક તેઓ માનતા હતા કે અરણ પર હથોડો પડે એટલે તણખા ઝરે અને પ્રકાશનો ઝબકારો થવા પામે, એ મુજબ સમાજના મગજ સમક્ષ જલદ લખાણોરૂપી હથોડા મારવાથી, સમાજ જાગ્રત થવા પામે અને ધાર્યું પરિણામ લાવવામાં સફળતા મળે. માટે જેનાં મૂળ સમાજના ચિત્તમાં ઘણાં ઊંડાં છે એવી બદીઓને મૂળસોતાં ઉખાડી ફેંકવાનું કપરું કામ, આ સત્યનિષ્ઠ પત્રકારે ઝડપ્યું અને સખત આકરી ભાષામાં લખાણો લખી જનજાગૃતિ લાવવા અથાક પ્રયત્ન આદર્યા. એમણે જૈને હિતેચ્છુ માં જૂના વિચારોનો સુધારક' તખલ્લસુથી જૈનો અને સુધારો લેખમાળા મહિનાઓ સુધી ચલાવી. એમાં કન્યાવિક્ય અને બાળલગ્નની રુકાવટ, 'વૃદ્ધલગ્નો સામે લાલઝંડી', “સમાજ કેળવણી', 'જ્ઞાતિસુધારણા', “જૈન દષ્ટિએ લગ્ન અને પુનર્લગ્ન', “આ દુઃખ કેવી રીતે સહન કરવું?' ‘વિધવા વિવાહની વિચારણા', બાળલગ્ન અને વૃદ્ધલગ્ન વિરુદ્ધ કાયદો’, ‘સમાજસુધારકોને', 'વિધવા લગ્નની છણાવટ', 'જૈનોમાં વિધવાલગ્ન', ‘મહાત્મા ગાંધી અને
૧૮૧